સોમનાથ સર્કિટ હાઉસના પી.પી.પી.મોડેલ હેઠળના સંચાલનથી યાત્રિકોને મળશે ફોર-સ્ટાર સુવિધા

સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો યથાવત રખાશે : માધ્યમોના અહેવાલો બાબતે માર્ગ અને મકાન વિભાગનો ખુલાસો સોમનાથ સર્કિટ હાઉસના પી.પી.પી. મોડેલ હેઠળના સંચાલન અંગે માધ્યમોના અહેવાલો…

સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો યથાવત રખાશે : માધ્યમોના અહેવાલો બાબતે માર્ગ અને મકાન વિભાગનો ખુલાસો

સોમનાથ સર્કિટ હાઉસના પી.પી.પી. મોડેલ હેઠળના સંચાલન અંગે માધ્યમોના અહેવાલો બાબતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુલાસો કરતા જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અત્યંત પારદર્શક રીતે, ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા (RFP) મારફતે સોમનાથ સર્કિટ હાઉસનું સંચાલન અને નિભાવણી (Operation Maintenance) PPP ધોરણે સોંપવામાં આવેલ છે.

જે મુજબ, RFP મુજબ વાર્ષિક લાયસન્સ ફી ની મૂળ કિંમત (Estimated Cost) રૂૂ. 30.72 લાખ રાખવામાં આવી હતી. જેની સામે ખુલ્લી હરાજીમાં ઉચ્ચતમ બોલી (H1) લગાવનાર એજન્સી(MCWAY MANA GEMENTS LTD)ને પ્રથમ વર્ષ માટે રૂૂ. 81,00,000/- (એક્યાસી લાખ પૂરા)ની વાર્ષિક ફી પેટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, દર વર્ષે આ લાયસન્સ ફીમાં 5% નો ફરજિયાત વધારો કરવામાં આવશે. સર્કિટ હાઉસ ચલાવવા પાછળ સરકારને વહીવટી/નિભાવણી ખર્ચ અને લાઈટબિલ મળીને આશરે કુલ રૂૂ. 132 લાખનો ખર્ચ થયેલ છે.

જેની સામે સરકારને રૂૂ. 21 લાખની આવક થયેલ છે. આમ, રાજ્ય સરકારને આશરે રૂૂ. 111 લાખ જેટલો જંગી ખર્ચ ભોગવવો પડતો હતો. જે PPP મોડેલને કારણે શૂન્ય થઈ જશે. આ અતિથિ ગૃહમાં સરકાર માટે રૂૂમો અનામત રાખવામાં આવ્યા છે. વધુમાં, આ અતિથિ ગૃહમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રી જેવાં સન્માનનીય મહાનુભાવો માટે 2 રૂૂમ કાયમી ધોરણે અનામત રાખવામાં આવેલ છે. જેની જાળવણીની કામગીરી સંચાલક દ્વારા કરવામાં આવશે. સંચાલક એજન્સીએ સંપૂર્ણ નિભાવણી પોતાના ખર્ચે કરી, ફોર-સ્ટાર કક્ષાની હોસ્પિટાલિટી સેવાઓ આપવાની છે, જેના પર રાજ્ય સરકારનું સઘન મોનિટરિંગ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *