ખંભાળિયામાં અકસ્માત બાદ સોનાનો ચેન ઝૂંટવીને નાસી છૂટેલા શખ્સ સામે ફરિયાદ

ખંભાળિયામાં સ્ટેશન રોડ ઉપર નરશી ભુવનની પાછળ રહેતા સાજીદભાઈ ઈશાકભાઈ ખીરા નામના 32 વર્ષના સુમરા યુવાન તેમના મિત્ર સોકત નુરમામદભાઈ ભગાડ સાથે ગઈકાલે મંગળવારે સાંજના…

ખંભાળિયામાં સ્ટેશન રોડ ઉપર નરશી ભુવનની પાછળ રહેતા સાજીદભાઈ ઈશાકભાઈ ખીરા નામના 32 વર્ષના સુમરા યુવાન તેમના મિત્ર સોકત નુરમામદભાઈ ભગાડ સાથે ગઈકાલે મંગળવારે સાંજના સમયે મોટરસાયકલ નંબર જી.જે. 37 એલ. 4376 પર બેસીને પશુ માટે ઘાસચારો લેવા માટે કોટા બાજુના ગામડામાં જવા નીકળ્યા હતા.

આ બંને યુવાનો અત્રે ગાયત્રીનગર પોલીસ લાઈન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર આવી રહેલા એક એક્ટિવા સાથે સામાન્ય અકસ્માત થયો હતો. જેથી ઉશ્કેરાયેલા એક્ટિવા ચાલકે તેમને બિભત્સ ગાળો કાઢી, સાજીદભાઈનું ગળું દબાવી દીધું હતું. જેથી તેઓએ ગળુ છોડાવવાનો પ્રયત્ન કરતા બંને પટકાઈ પડ્યા હતા. ત્યાર બાદ એક્ટિવા ચાલકે સાજીદને ઢીકાપાટુનો માર મારી, ગળામાં પહેરેલો આશરે રૂૂપિયા એક લાખની કિંમતનો દોઢેક તોલા જેટલો સોનાનો ચેન ઝૂંટવીને તોડી નાખ્યો હતો.

આ પછી સાજીદને તેના મિત્ર સોકતે વધુ મારથી છોડાવી અને એક્ટિવા ચાલકને ચેન પાછો આપી દેવાનું કહેતા એક્ટિવા ચાલકે કહ્યું હતું કે “ચેન વગર જતા રહો. નહીંતર બંનેને જીવતા નહીં છોડુ”- તેવી ધમકી આપી હતી.
આ એક્ટિવા ચાલકનું નામ દીપક હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે સાજીદ ઈશાકભાઈ ખીરાની ફરિયાદ પરથી દીપક નામના ચાલક સામે બંને યુવાનોને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ભાણવડમાં જુગાર રમતા ત્રણ ઝબ્બે
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાંથી પોલીસે ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાહુલ રાજુ પરમાર, સોનલબેન જેકીભાઈ ચૌહાણ અને હંસાબેન લાલજીભાઈ ચુડાસમાને ઝડપી લઇ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આંબરડીના વૃદ્ધને હાર્ટ એટેક
ભાણવડ તાબેના આંબરડી ગામે રહેતા જમનભાઈ ચનાભાઈ કરણજારીયા નામના 75 વર્ષના વૃદ્ધને ગઈકાલે મંગળવારે તેમના ઘરે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ ભાણવડ પોલીસને કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *