સુરત ખાતે યોજાયેલ કેટલાક પાટીદાર અગ્રણીઓની બેઠકમાં ઉઠ્યો નવો સૂર
સમાજ-સંસથાઓના નામે પોતાનો વિકાસ સાધતા ટ્રસ્ટીઓ નિશાને
ગુજરાતમાં જિલ્લા- તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકા અને મહાનગર પાલિકાઓની ચુંટણી પૂર્વે રાજકીય સાથે સામાજીક સંગઠનોમાં પણ ભારે હલચલ જોવા મળી રહી છે. કોળી અને ઠાકોર સમાજ ઉપરાંત બ્રહ્મસમાજ પણ ખાંડા ખખડાવી રહ્યા છે ત્યાં સૌથી મોટા પાટીદાર સમાજમાં પણ આંતરીક હલચલ શરૂ થઇ છે. સુરત ખાતે યોજાયેલી પાટીદારોની એક બેઠકમાં પાટીદાર સંસ્થાઓને જ નિશાન બનાવવામાં આવતા ભારે ચકચાર જાગી છે.
સુરતના કામરેજ ખાતે પાટીદાર સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં પાટીદરા સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં સમાજમાં શિક્ષણ અને આરોગ્યના મુદ્દે ચર્ચા થઈ હતી. ત્યારે અગર્ણી કે.કે. પટેલે આક્ષેપો કરતા કહ્યું હતું કે, કેટલીક પાટીદાર સંસ્થાઓ સરકારી ગ્રાન્ટો લઈ દુરુપયોગ કરી રહી છે. પાટીદાર સમાજની બેઠકમાં બેઠકમાં નિખિલ દોંગા (ગોંડલ) સહિતના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાટીદાર સમાજના અગ્રણી કે.કે. પટેલે આક્ષેપ કરતા કહ્યુ હતું કે, કેટલીક પાટીદાર સંસ્થાઓ સરકારની ગ્રાન્ટો લઈ દુરુપયોગ કરી રહી છે. આ કારણે પાટીદાર સમાજના લોકોને શિક્ષણ અને આરોગ્યમાં લાભ નથી મળી રહ્યો. સમાજના નામે પોતાના સ્વાર્થ સાધતા પાટીદારો સંસ્થાના ટ્રસ્ટીઓ સામે વિરોધ કરવો જોઈએ.
તેઓએ આગળ કહ્યું કે, પાટીદાર સમાજના લોકોને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે લાભ મળવો જોઈએ. શિક્ષણ અને આરોગ્ય દિવસેને દિવસે મોઘું થતાં લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. સરકારના પૈસા લઈને જે સંસ્થાઓ માલિકીપણું ચલાવી રહી છે તે દૂર થવું જોઈએ.
પાટીદાર અગ્રણી કે.કે. પટેલની આગેવાનીમાં વિવિધ પાટીદાર સંસ્થાના લોકો બેઠકમાં હાજર રહ્યાં હતા. સાથે જ તેઓએ ટૂંક સમયમાં નવા પાટીદાર સંગઠનની જાહેરાત કરશે તેવી પણ વાત કરી હતી.
