માદક પદાર્થ પકડવામાં SOGની હેટ્રીક, MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ

  રાજકોટમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચડતા અટકાવવા એસઓજી સકીય બની છે અને માદક પદાર્થનું દૂષણ ડામવા એસઓજીની ટીમે ત્રણ દિવસમાં ત્રણ દરોડાની હેટ્રિક મારી છે…

 

રાજકોટમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચડતા અટકાવવા એસઓજી સકીય બની છે અને માદક પદાર્થનું દૂષણ ડામવા એસઓજીની ટીમે ત્રણ દિવસમાં ત્રણ દરોડાની હેટ્રિક મારી છે શનિવાર અને રવિવારે એસઓજીએ ગાંજાનો જથ્થો ઝડપી લીધા બાદ ત્રીજા દિવસે સોમવારે સાંજે મેફેડ્રોન ડ્રગ્સ સાથે સોરઠીયા વાડી પાસેથી એક શખ્સને ઝડપી લીધો હતો. જેની પાસેથી 80,400નું ડ્રગ્સ કબજે કર્યું હતું.

એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજાએ મળેલી ચોક્કસ બાતમીના આધારે સોરઠીયાવાડી બગીચા પાસેથી આજી વસાહત ખોડીયારનગર શેરી નં. 30માં રહેતા મનોજ રામદાસ દેસાણી (ઉ.વ.33)ને અટકાવી તલાસી લેતાં તેના કબજામાંથી 8.04 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિમત એસઓજીએ રૂૂ. 80,400 ગણી હતી. બે મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂૂ. 90,600 નો મુદ્દામાલ જપ્ત કરી ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

એસઓજીને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મનોજ મજૂરી કામ કરે છે. તે ડ્રગ્સનો બંધાણી થઇ ગયો હતો. જેના ખર્ચા કાઢવા માટે પેડલર બની ગયો હતો. મેફેડ્રોન ડ્રગ્સ મુંબઇથી લઇ આવ્યાનું કહી રહ્યો છે. આ અગાઉ પણ બેથી ત્રણ ખેપ માર્યાનું કહી રહ્યો છે. જો કે એસઓજીને શંકા છે કે તે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો ધંધો કરી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી તે એસઓજીના રડારમાં હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી (ક્રાઇમ) ભરત બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા, એન.વી.હરીયાણી,પીએસઆઈ વી.વી.ધ્રાંગુ, એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ ઝાલા, એ.એસ.આઇ. અરૂૂણભાઇ બાંભણીયા, હરદેવસિંહ જાડેજા, યોગરાજસિહ ગોહીલ, મહાવીરસિંહ ઝાલા, ફીરોજભાઇ રાઠોડ, દિગ્વીજયસિંહ ગોહીલ, હરદેવસિંહ વાળા, અનોપસિંહ ઝાલા, હાર્દીકસિંહ પરમાર, મહીલા કોન્સ્ટેબલ મોનાબેન બુસા, ડ્રાઈવર મહાવીરસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *