મવડીમાં મકાન, દીવાલ સહિત 14 બાંધકામોનું ડિમોલિશન

મનપાના પ્લોટમાં થયેલા દબાણો દૂર કરી રૂા. 31.67 કરોડની 4564 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ   મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજરોજ સાર્વજનીક પ્લોટ પરના ગેરકાયદેસર…

મનપાના પ્લોટમાં થયેલા દબાણો દૂર કરી રૂા. 31.67 કરોડની 4564 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ

 

મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજરોજ સાર્વજનીક પ્લોટ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી અંતર્ગત મવડી વિસ્તારમાં વોર્ડ નં. 11 અને વોર્ડ નં. 12 માં આવેલા સોશિયલ ઈન્ફાસ્ટ્રક્ચર તથા આવાસ યોજનાના પ્લોટ ઉપર ખડકાયેલા મકાન, રૂમ, કમ્પાઉન્ડ વોલ સહિતના 14થી વધુ બાંધકામનું ડિમોલીશન કરી રૂા. 41.67 કરોડની કુલ 4564 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.

ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજે મવડી વિસ્તારમાં સાર્વજનીક પ્લોટના દબાણો દૂર કરવા સવારથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. 11 માં ટીપી સ્કીમ નં. 24 મોટા મૌવા અંતિમ ખંડ નંબર 32-એ આવાસ યોજનાના હેતુના પ્લોટ સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ જેના ઉપર ઓટા તેમજ કમ્પાઉન્ડ વોલના બાંધકામો થઈ ગયેલ હોય આ તમામ બાંધકામોનું ડિમોલીશન કરી રૂા. 19.19 કરોડની 1919 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. આ ડિમોલીશન અંતર્ગત અગાઉ નોટીસ અપાયેલ હોય તમામ કામગીરી શાંતિપૂર્ણ કરવામાં આવી હતી.

ટીપી વિભાગ દ્વારા આજે વોર્ડ નં. 12 માં પણ બે મકાન, રૂમ, કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં ટીપી સ્કીમ નં. 21 અંતિમ ખંડ નંબર 8-એ, સોશિયલ ઈન્ફાસ્ટ્રક્ચર નંદનવન સોસાયટી રાધીકા પાર્કની બાજુમાં આવેલ પ્લોટ પર થયેલા મકાનો, રૂમ, ઓરડી, કમ્પાઉન્ડ વોલ, સહિતના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યુ ંહતું અને રૂપિયા 22.48 કરોડની 2645 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવામાં આવી હતી. ઉપરોક્ત ડિમોલીશનની કામગીરી ટાઉન પ્લાનીંગ વિભાગ વેસ્ટ ઝોન તથા આસિ. ટાઉન પ્લાનર તથા તમામ ઈજનેર, હેડ સર્વેયર, વર્ક આસિ. જુદી જુદી શાખાઓ જેવી કે જગ્યારોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ અનેકાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વીજીલન્સ તથા પોલીસના સ્ટાફ અને પીજીવીસીએલની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *