સિટી બસ દૂર્ઘટનામાં ચાર નિર્દોષ લોકોના જીવ હોમાઈ જતાં શહેરભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બેફામ દોડતી સીટીબસો સામે વિપક્ષ સહિતના તંત્રએ રજૂઆત કરી છે ત્યારે હવે જુદા જુદા સામાજીક સંગઠનોએ આજે કોર્પોરેશન કચેરી ખાતે એકઠા થઈ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની હાલત કેવી હોય છે તેવુ પાટાપીંડી સાથેનું પાત્ર ભજવી વિરોધ પ્રદર્શન કરતા અગાઉથી હાજર રહેલ પોલીસ વિભાગે તમામની અટકાયત કરી લોકપમાં પુરી દીધા હતાં.
શહેરના જુદા જુદા સામાજીક સંગઠનો દ્વારા આજે કોર્પોરેશન ખાતે રજૂઆત કરી જણાવેલ કે, હાલમા સિટીબસની અડફેટે રાજકોટ મા ચાર નિદોષ જીવ હોમાઈ ગયા છે ત્યારે જુદા જુદા સામાજિક સંગઠનો અને આમ લોકો દ્વારા એક સાથે મલીને અવાજ ઉઠાવવાની જરૂરીયાત છે. સીટી બસની સ્પીડની લિમિટ બાંધવામા આવે અને તેથી ઉપર ચલાવતા જણાય તો તે ડ્રાઈવર ઉપર એક્શન લેવામાં આવે, આમ લોકો ની જેમ દરેક સીટી બસ અને સરકારી બસના ડ્રાઈવરો નો ડ્રિકિંગ ટેસ્ટ થાય, લાઇસન્સ ટેસ્ટ થાય, મૃતકના પરીવારને 30 લાખનુ વળતર આપવામાં આવે, અને તેના પરીવારના એક સભ્ય ને કોર્પોરેશન મા નોકરી આપવમાં આવે આ ઘટનાના જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસર કડક કાર્યવાહી થાય અને હાલમાં જે સિટીબસ નો કોન્ટ્રાક્ટ છે તે રદ થાય અમારી માંગ સ્વીકારવા વિનંતી કરી હતી. (તસ્વીર : મુકેશ રાઠોડ)
