ઉનાના ઝુડવડલીમાં નાગ-નાગણીનું મિલન કેમેરામાં કંડારાયું

પ્રકૃતિ માતાના ખોળે આજે એક અલૌકિક દ્રશ્ય પ્રગટ થયું. ઉના શહેરથી આઠ કિલોમીટર દૂર ઝુડવડલી ગામની સીમમાં પ્રિજેશભાઈ કાંતિભાઈ દોમડીયાની હરિયાળી વાડીમાં નાગદેવ અને નાગણીના…

પ્રકૃતિ માતાના ખોળે આજે એક અલૌકિક દ્રશ્ય પ્રગટ થયું. ઉના શહેરથી આઠ કિલોમીટર દૂર ઝુડવડલી ગામની સીમમાં પ્રિજેશભાઈ કાંતિભાઈ દોમડીયાની હરિયાળી વાડીમાં નાગદેવ અને નાગણીના પવિત્ર મિલનની ક્ષણો સર્જાઈ. સર્પદંપતીની આ પ્રણયક્રીડા જાણે સૃષ્ટિના આદિ સંગીતનો સાક્ષાત્કાર હતો.

કુદરતના આંગણે દિવ્ય ઘટના વૈશાખની ગરમ બપોરે જ્યારે સૂરજદેવ તપી રહ્યા હતા, ત્યારે ધરતીપુત્ર પ્રિજેશભાઈની વાડીમાં નાગરાજ અને નાગરાણી એક બીજામાં ઓતપ્રોત થઈ પ્રણયની આરાધના કરી રહ્યા હતા. સર્પયુગલનું આ અદ્ભુત આલિંગન જાણે શિવ-શક્તિના મિલનનું પ્રતિક બની રહ્યું. વાડી માલિક પ્રિજેશભાઈએ આ દુર્લભ, દિવ્ય ક્ષણોને પોતાના મોબાઈલના કેમેરામાં કંડારી લીધી. પરંતુ એક ઋષિની જેમ મૌન ધારણ કરી પ્રકૃતિની આ લીલામાં કોઈ વિઘ્ન ન આવે તેની પૂર્ણ સંવેદનાથી કાળજી લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *