મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિના કારણે ચોરી લૂંટ અને ધાડના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે મોરબીના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસ બ્લોક નં -502 નંબરના ફ્લેટમાં તસ્કરોએ પ્રવેશી 9,10,000 ના સોનાના દાગીના ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસ બ્લોક નં -502માં રહેતા લક્ષ્મણભાઈ દેવકરણભાઈ વડસોલા (ઉ.વ.65) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમએ ફરીયાદીના રહેણાંક ફલેટનો દરવાજાનો લોક ખોલી ફલેટમા પ્રવેશ કરી શેટીમા રાખેલ સોનાના દાગીના સોનાના બલોયા (પાટલા) જોડી -1 વજન આશરે 8 તોલા તથા પેન્ડલ બુટી માળા જોડી-1 વજન આશરે સવા ચાર તોલા તથા સોનાનો ચેઇન એક તોલાનો મળી કુલ રૂૂ.9, 10,000/- ના મુદામાલની ચોરી કરી નશી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
