ઉપલેટા થી વાડલાં પ્રાથમીક શાળામાં તસ્કરો ત્રાટક્યા હતા શાળાના રસોડા માંથી ગેસો બાટલો તેમજ તેલના ડબ્બા સહીત 8 હજારનો મુદ્દમાલ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ ઉપલેટા મંડપ રોડ જીરાપા પ્લોટ, કાવેરી પ્રાંગણમાં રહેતા વાડલાં પ્રાથમીક શાળામાં આચાર્ય પ્રવીણભાઇ મોહનભાઇ ગજેરાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ માં જણાવ્યા મુજબ ગઇ કાલ તા. 07/01/2026 નાં રોજ તે બપોરનાં બારેક વાગ્યે ઉપલેટા થી વાડલાં પ્રાથમીક શાળાએ નોકરી પર ગયેલ હતો અને બપોરનાં બાર વાગ્યે પ્રાથમીક સ્કુલનાં વિધ્યાર્થી ઓને અમારી સ્કુલનાં મધ્યાન ભોજનનાં સંચાલક મંજુલાબેન પુંજાભાઇ મકવાણા તથા હેલ્પર મીરાબેન મકવાણાએ રાબેતા મુજબ જમાડેલ અને સ્કુલમાંજ મધ્યાન ભોજનનાં રસોડા માં જ વિધ્યાર્થી માટે ભોજન બનાવવામાં આવે અને ભોજન સામગ્રીનું કરીયાણ તથા બીજી સાધન સામગ્રી પણ મધ્યાન ભોજનનાં રસોડામાં જ રાખવામાં આવે છે.
અને મધ્યાન ભોજનનાં રસોઈ ની કામગીરી પુરી કરી ઉપરોક્ત બંન્ને બેનો બપોર પછી ચારેક વાગ્યે તેનાં મધ્યાન ભોજનનાં રસોડાને તાળુ મારી જતા રહેલ હતા અને આચાર્ય સાંજનાં સાડા પાંચ વાગ્યા ની આસપાસ શાળા છુટ્યા પછી વાડલાથી નીકળી ઉપલેટા તેમના ધરે આવતો રહ્યા હતા.આચાર્ય પ્રવીણભાઇ ધરે હતા ત્યારે શાળાનાં શીક્ષક મીતુલભાઈ કરડાણીનો ફોન આવેલ કે મધ્યાન ભો જનનાં કિચન શેડ નું તાળું તુટેલ છે. અને ચોરી થયેલ છે.
