શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીના કારણે દર વર્ષે તસ્કર ટોળકીઓ વધુ સક્રિય થય ચોરીઓ કરી ગુન્હાનો અંજામ આપતા હોય છે અમરેલી જિલ્લામાં શિયાળામાં તસ્કરો વધુ સક્રિય થયા છે જાફરાબાદ શહેરમાં આવેલ નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીમાં 2 રહેણાંક મકાનોમાં અજાણીયા ઈસમો પ્રવેશી ઘરફોડ ચોરીઓ કરવામાં આવી છે અજિતકુમાર ચોબેએ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે કોલોનીમાં લલિત ગુપ્તા તથા વિકાસ વર્માના રહેણાંક મકાનમાં દરવાજાના અલ્ડ્રફ તોડી તિજોરીમાં રહેલા અલગ અલગ વીવિધ પ્રકારના સોના ચાંદી દાગીનાની કિંમત રૂૂ.6,72,000 તથા રોકડા રૂૂ.5000 વિદેશી ચલણી નોટ કિંમત 48,718 કુલ મળી રૂૂ.7,25,718ની અજાણીયા ઈસમો ચોરી કરી ફરાર થતા જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની ફરીયાદ નોંધાવવામાં આવતા હાલ પી.આઈ.જે.આર.ભાચકન તપાસ ચલાવી રહ્યા છે મોટી ચોરી હોવાને કારણે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ.અલ્પેશ પટેલ,ડોગ સ્કોડ સહિત એજન્સીઓ દોડી વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે કંપનીના સીસીટીવી કેમેરા ચકાસણી કરવામાં આવી રહી છે ચોરીનું પગેરું શોધવા પોલીસએ કવાયત હાથ ધરી છે. નર્મદા સિમેન્ટ કંપની કોલોની અને કંપનીમાં ચારે તરફ સિક્યુરિટી ગાર્ડ હોય છે ગેરકાયદેસર વ્યક્તિનો કોઈ પ્રવેશ મળતો નથી કંપની અને કોલોનીમાં પ્રવેશતા પહેલા સિક્યુરિટી કર્મચારીઓ ચકાસણી કરી એન્ટ્રી આપતા હોય છે ત્યારે ચોરીના સમયે સિક્યુરિટી કર્મચારીઓ કેમ અજાણ શુ ઊંઘતા હતા? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ પોલીસ સ્થાનિક સિક્યુટિની પણ પૂછ પરછ કરી તપાસ કરી રહી છે.
જાફરાબાદની નર્મદા કોલોનીમાં બે મકાનમાં તસ્કરોનોે રૂા.7.25 લાખનો હાથફેરો
શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીના કારણે દર વર્ષે તસ્કર ટોળકીઓ વધુ સક્રિય થય ચોરીઓ કરી ગુન્હાનો અંજામ આપતા હોય છે અમરેલી જિલ્લામાં શિયાળામાં તસ્કરો વધુ સક્રિય…
