રોકડ-ઘરેણાની ચોરી-લૂંટ ચલાવી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ: લોકોમાં ભયનો માહોલ
જામનગરમાં તસ્કરો અને લૂંટાર ઓ બેખોફ બન્યા છે. અને પોલીસ ના અસ્તિત્વ ઉપર પણ સવાલ ઉભો કરી દીધો હોય તેમ ગઈ રાત્રે એક સાથે આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને લાખો ની મતા ની ચોરી કરી લઈ ગયા હતા. આ દરમિયાન એક વૃદ્ધા ઘર ના ફળિયામાં સુતા હતા ત્યારે તેમને હથિયાર વડે ડૂમો આપી ને બેફામ માર મારીને તેની પાસે થી લૂંટ પણ ચલાવી હતી. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો દોડતો થયો છે. અને ચો તરફ તપાસ નો ધમધમાટ શરૂૂ કર્યો છે.
જામનગર પોલીસ દ્વારા એક તરફ કડક પેટ્રોલિંગ ના દાવા ઠોકવા માં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ શહેર – જિલ્લામાં લૂંટ અને ચોરી ના બનાવલો સિલસિલો પણ યથાવત ચાલુ રહયો છે. હજુ પરમ દિવસે જ જોડીયા પંથક માં એક વૃદ્ધા પાસેથી લૂંટના બનાવની શાહી સુકાઈ નથી ત્યાં જ ગઈ રાત્રે ફરી એક વખત શહેરની ભાગોળે તસ્કરો અને લૂંટારું ની ગેંગ ત્રાટકી હતી.
જામનગરના રણજીત સાગર માર્ગે જે જે જશોદાનાથ સોસાયટીમાં ગત રાત્રે એક મોટરકાર અને બાઈકમાં આવેલા બે શખ્સોએ આઠેક મકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો. અહીં રહેતા યાજ્ઞિક દિનેશભાઈ ભંડેરી એ જણાવ્યા પ્રમાણે ગત રાત્રે પોતાની સોસાયટીના આઠ મકાન માં ગયા હતા અને કબાટ માં થી રોકડ તથા ઘરેણા વગેરે ની ચોરી કરી લઈ ગયા હતા. આ દરમિયાન એક મકાનમાં ઘરના ફળિયામાં ઊંઘી રહેલા વૃદ્ધાને કોઈ હથિયાર વડે ડૂમો આપવામાં આવ્યો હતો. અને બેફામ મારા મારીને ઇજા કરીને તેમની પાસે થી રોકડ અને ઘરેણાંની લૂંટ પણ ચલાવી હતી. આ બનાવવાની જાણ થતા જ એએસપી પ્રતિભા અને પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. અને તપાસ નો ધમધમાટ શરૂૂ કર્યો છે.
ઉપરાંત આ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. આ બનાવે શેહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે. તો બીજી તરફ પોલીસ સામે પણ સવાલો ઊભા થયા છે. લૂંટના આ બનાવ અંગે પ્રફુલભાઈ લખમણભાઇ ભાડજા એ પોલીસ માં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ ગત રાત્રે પોતાના માતા ઘરમાં ફળિયા માં સુતા હતા ત્યારે કોઈ દરવાજો ખખડાવતા દરવાજો ખોલ્યો હતો. ત્યારે બે તસ્કરો – લુંટારૂૂઓએ પોતાની પાસેના ગન જેવા હથિયાર વડે અને બેફામ માર મારીને પછાડી જઈને તેમણે કાનમાં પહેરેલા રૂૂપિયા રૂૂ. 50 હજારની કિંમતના સોનાના બુટીયાની લૂંટ ચલાવી હતી.
