પાટણવાવના કાથરોટા ગામે પાનની દુકાન માં તસ્કરો ત્રાટક્યા હતા.દુકાનની પાછળની ગ્રીલ તોડી અંદર ઘુસેલા તસ્કરો રૂૂ.26 હજારની રોકડ ઉઠાવી ગયા હતા.
મળતી વિગતો મુજબ પાટણવાવના કાથરોટા ગામે રહેતા આકાશ જસમતભાઈ વાધિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તે તેમના ભાઇ દેવલ બન્ને કાથરોટા બસ સ્ટેન્ડ સામે આકાશ પાન બીડી તથા અનાજ કરીયાણાવ્ય નામની દુકાન છે. તેમા અમે બન્ને ભાઇઓ વેપાર કરે છે. પાન બીડી તથા અનાજ કરીયાણા દુકાન દરરોજ સવારના આશરે છ એક વાગ્યાની આસપાસ ખોલુ છું અને રાત્રીના સાડા દશેક વાગ્યાની આસપાસ બંધ કરીએ છીએ. ગઇકાલ તા. 18/02/2026 ના રોજ રાત્રીના સાડા દશેક વાગ્યે આસ પાસ ભાઇ દેવલ પાન બી ડી દુકાન બંધ કરેલ હતી અને નાના ભાઇ દેવલ અમારા ઘરે જઇ સુઇ ગયેલ. અને આ દુકાનમા પૈસા રાખવાની એક લાકડાનુ ટેબલ રાખવામા આવેલ છે.જે ટેબલ જમણી સાઇડના ખાના એક લાકડા ચોર ગલો રાખેલ આ ગલો આશરે છ મહીના પહેલા ખરીદેલ હતો તે અમારી દુકાનમા ટેબલના જમણી સાઇડ ખાનામાં રાખતા હતા જેમા દર પંદર દિવસે 1500 રૂૂપીયા નાખતા હતા જે આ ગલામા અદાજીત આશરે રોકડા રૂૂપીયા 18000 અને ટેબલ ડાબી સાઇડના ખાના મા છેલ્લા બે-ત્રણ દીવસના વેપારના અંદાજે રૂૂપીયા 8500 એમ મળી આશરે કૂલ રૂૂપીયા 26,500 ની ચોરી થઇ હતી.
આકાશના નાના ભાઇ દેવલ દુકાને ખોલવા ગયેલ ત્યારે ચોરીની જાણ થઇ હતી. દુકાન ના ટેબલ ની સાઇડ ચીજ વસ્તુ તથા સામાન વેર વિખેર હાલત જોવા આવેલ અને લાઇટ ચાલુ હતી. અને ટેબલના બન્ને ખાના તોડી નાખેલ જોવામા આવેલ હતા અને ટેબલ ની જમણી સાઇડના ખાનામા રાખેલ લાકડાનો ચોરસ ગલો જોવામા આવેલ નહી અને દુકાનમાંથી ઉપરોક્ત પૈસાની ચોરી થયેલ જણાયેલ જેથી તુરત જ નાના ભાઇ દેવલ એ આકાશને ફોન કરેલ તપાસ કરતા જાણવા મળ્યું કે, દુકાન પાછળ બારી ગ્રીલ તોડી અંદર દુકાનમા પ્રવેશ કરી ચોરી કરી લઇ ગયેલ નું જણાયેલ અને આ બાબતે દેવલભાઈ તથા ગામના સરપંચ રામશીભાઇ વામરોટીયા તથા હરેશભાઇ રવજીભાઇ વાધીયા ને જાણ કરેલ અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
