મનુષ્યને મારીને દાગીના લાવવામાં આવે તો ધનપ્રાપ્તિ થાય:અં ધશ્રધ્ધામાં PIના નિર્દોષ માતા-પિતાની નિર્દય હત્યા

  એસએમસી પીઆઇના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો: પાડોશમાં જ રહેતો શખ્સ તાંત્રિક વિધિ જાણતો હતો: ચારની ધરપકડ:પાડોશી ભુવાને દેવું થઇ ગયું હતું, ઘણા લોકોને ચેક…

 

એસએમસી પીઆઇના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો: પાડોશમાં જ રહેતો શખ્સ તાંત્રિક વિધિ જાણતો હતો: ચારની ધરપકડ:પાડોશી ભુવાને દેવું થઇ ગયું હતું, ઘણા લોકોને ચેક આપ્યા હતા જે બાઉન્સ ન થાય માટે પુત્ર સાથે મળી વૃધ્ધ દંપતીની હત્યાનું કાવતરૂ ઘડયું

લાખણી તાલુકાના જસરા ગામમાં થયેલા ડબલ મર્ડર અને લૂંટના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ચકચારી કેસમાં વૃદ્ધ દંપતી વર્ધાજી મોતીજી પટેલ અને તેમના પત્ની હોશીબેન પટેલની નૃશંસ હત્યા કરવામાં આવી હતી. જે એસએમસી પીઆઇના માતા-પિતા હતા. ત્યારે આ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પાડોશમાં જ રહેતો શખ્સ બ્લેક મેજિકનો જાણકાર હોય તેના મનમાં એવી અંધશ્રદ્ધા હતી કે આવા વ્યકિતને મારીને દાગીના લાવવામાં આવે તો વધુ ધનપ્રાપ્તિ થાય. જેથી તેણે તેના પિતા અને અન્ય બે લોકો સાથે મળીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.ગત 15 જૂન 2025ની રાત્રે આઠ વાગ્યાથી 16 જૂનની સવાર સુધીમાં અજાણ્યા શખ્સોએ દંપતીના ખેતરમાં આવેલા મકાનમાં પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ મુખ્ય દરવાજાનું તાળું તોડી વૃદ્ધ દંપતી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ હોશીબેનના શરીર પરથી 2.50 લાખની કિંમતના દાગીનાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.

પોલીસે આ કેસની તપાસ માટે એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કોડ અને સ્થાનિક પોલીસની કુલ 9 ટીમો બનાવી હતી. તપાસ દરમિયાનFSL, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્કોડનો સહારો લેવામાં આવ્યો હતો. પોલીસે આસપાસના 80થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી. આ ઉપરાંત નજીકના સોલાર પ્લાન્ટ અને અન્ય સ્થળોએ કામ કરતા 300થી વધુ મજૂરોની પૂછપરછ કરવામાં આવી હતી.

એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, બે દિવસ પહેલા લાખણી તાલુકામાં એક વૃદ્ધ દંપતીની હત્યા થઈ હોવાનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસની વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. 112 પોલીસકર્મીઓની 9 ટીમો બનાવીને પોલીસે 36 કલાકમાં જ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ હત્યારાઓ નજીકના જ હોવાનું અનુમાન લગાવીને પોલીસે ચાર આરોપીને ઝડપ્યા હતા.

પોલીસની પ્રાથમિક વિગતમાં એ પણ સામે આવ્યું છે કે, સુરેશ પર ઘણુ બધુ દેવુ પણ થઈ ગયું હતું. આર્થિક સંકળામણમાં હતો. તેણે ઘણા લોકોને ચેક પણ આપ્યાં હતા જે બાઉન્સ ન થાય તેણે આ રસ્તો અપનાવ્યો હતો. હત્યા થઈ તે દંપતીનું અને આરોપીઓનું ઘર નજીક જ હતું.

ચારેય આરોપીઓની હત્યા-લૂંટમાં ભુમીકા
આરોપી સુરેશ પટેલ તેમજ શામળા પટેલ કે જેઓ પિતા-પુત્ર થાય છે. તેઓ મરણ જનાર વૃદ્ધ દંપતીના પડોશમાં રહેતા હોય મુખ્ય કાવતરાખોર આરોપીઓ છે. તેઓએ દંપતીના મકાનમાં પ્રવેશ કરી ધારીયા જેવા હથિયારથી ઈજાઓ કરી હત્યા કરી હતી તેમજ દાગીના તથા અન્ય સામાનની લૂંટ કરી છે. આરોપી ઉમાભાઇ ચેલાજી (ચૌધરી) પટેલ જેઓ મુખ્ય આરોપી સુરેશ પટેલના મામા થતા હોય તેઓ બનાવ વખતે ટ્રેક્ટરનુ થ્રેસર ચાલુ રાખી ઘટના દરમિયાન અવાજ સંભળાય નહી તે રીતે ગુનામાં મદદગારી કરેલ છે. આરોપી દીલીપ ઠાકોર ઉર્ફે ભુવાજી જેઓ ધાર્મિક વિધિ કરવાથી વધુ ધન મળી આવશે તેવા આશયથી હત્યા કરવામાં સહકાર આપ્યો હતો.

રાત્રે કોઇને અવાજ ન આવે માટે ટ્રેકટર ચાલુ રાખ્યું
સુરેશ પટેલ, સામળ પટેલ ઉમા પટેલ અને દિલીપ ઠાકોર આ ચારેય આરોપીને પોલીસે ઝડપ્યા છે. આ ઘટનામાં મુખ્ય સુત્રોધાર સુરેશ છે જે બ્લેક મેઝિકના જાણકાર છે. જેનામાં એવી અંધશ્રદ્ધા હતી કે, આવા વ્યક્તિને મારીને તેમના દાગીના લઈ લેવામાં આવે તેની મદદથી વધુ ધન પ્રાપ્ત થઈ શકે છે. આ માન્યતાને ધ્યાનમાં રાખીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. સાથે સાથે તે પોતાના પિતાને અને મામાને સાથે રાખે છે. રાત્રીના સમયમાં કોઈને અવાજ ન આવે તે માટે ટ્રેક્ટ્રર પણ ચાલુ રાખે છે. જે બાદ ત્રણેય લોકો ત્યા હત્યા કરે છે. આ સિવાય સુરેશના મુખ્ય ગુરૂૂ છે ભુવા તેની પણ મદદ લેવામાં આવે છે. તેના ઘરે જઈને વિધી પણ કરે છે. જે બાદ તમામ દાગીના બીજા એક વ્યક્તિને આપી દે છે. સુરેશ છે તે બ્લેક મેઝિકનો જાણકાર હોવાથી તેની વિધી માટે જ આ હત્યા કરી હતી.

પકડાયેલ આરોપીઓ
(1 સુરેશભાઇ શામળાભાઇ પટેલ (ચૌધરી) રહે.જસરા તા.લાખણી જી.બનાસકાંઠા
(2) શામળાભાઇ રૂપાભાઇ પટેલ (ચૌધરી) રહે.જસરા તા.લાખણી જી.બનાસકાંઠા
(3) ઉમાભાઇ ચેલાજી પટેલ (ચૌધરી) રહે.રામપુરા (દામા) તા.ડીસા જી.બનાસકાઠા
(4) દીલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી રહે.રામપુરા (દામા) તા.ડીસા જી.બનાસકાઠા

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *