કોઠારિયા રોડ પર માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

રાજકોટમાં મંદિર પણ સુરક્ષિત ન હોય તેમ કોઠારીયા મેઇન રોડ પર યાદવનગરમાં નંદા હોલની સામે આવેલા વડલાવાળી હાથીધરાવાળી મેલડી માં ના મંદિરમાંથી ચાંદીના છત્તર સહિતની…

રાજકોટમાં મંદિર પણ સુરક્ષિત ન હોય તેમ કોઠારીયા મેઇન રોડ પર યાદવનગરમાં નંદા હોલની સામે આવેલા વડલાવાળી હાથીધરાવાળી મેલડી માં ના મંદિરમાંથી ચાંદીના છત્તર સહિતની ચોરી થઈ હતી. જે અંગે ભક્તિનગર પોલીસે તપાસ ધરી ચોરી કરનાર જુના ગણેશ નગરમાં રહેતા શખ્સને ઝડપી તેની પાસેથી રૂૂ. 7200 નો મુદ્દામાલ કબ્જે કરી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

વધુ વિગતો મુજબ,કોઠારીયા મેઇન રોડ પર નંદા હોલની સામે યાદવનગર શેરી નંબર-1 માં રહેતા રણમલભાઈ ગોવિંદભાઈ બોરીચા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમના ઘરની સામે આવે વડલાવાળી હાથીધરાવાળી મેલડીમાના મંદિરનો વહીવટ તેઓ સંભાળે છે અને અહીં દેખરેખ રાખે છે. ગઈ તા. 30 ના તેઓ નિત્યક્રમ મુજબ મંદિરે સવારે છ વાગ્યે આરતી કરવા માટે ગયા હતા.અહીં આવી જોતા મેલડીમાના મંદિરમાં ચડાવેલ છત્તર તથા પિત્તળના નાના-મોટા દિવેલીયા, પિત્તળનો કોયડો જેવી વસ્તુઓ જોવા મળી ન હતી. જેથી તેમણે તુરંત લતાવાસીઓ ને જાણ કરી હતી.બાદમાં મંદિરની સામે આવેલ ફરિયાદીના મામા ભાયાલાલભાઈના મકાનના સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા તા. 30 ના રાત્રીના ત્રણથી ચાર વાગ્યાના સમયમાં એક આધેડ વયનો શખસ મંદિરમાં આવી ચોરી કરી ગયાનુ માલુમ પડ્યું હતું. જેમાં ચાંદીના છત્તર, પિત્તળના નાના-મોટા દિવેલીયા, પિત્તળનો કોયડો સહિત રૂૂપિયા 7,200 ની મત્તા ચોરી થયાનું માલુમ પડ્યું હતું.

ચોરીના આ બનાવને લઈ ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ જયદીપસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જે. ગોહિલ તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માલકીયા અને કોન્સ્ટેબલ નિલેશભાઈ મિયાત્રને એવી બાતમી મળી હતી કે, એક શખસ મંદિરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વેચવા માટે નીકળ્યો છે અને તે હાલ બાપુનગર શેરી નંબર એકમાં આંટાફેરા કરે છે. જે બાતમીના આધારે પોલીસે અહીં પહોંચી શંકાસ્પદ શખસને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ રજની મનસુખભાઈ ટીલાવત(ઉ.વ.42 રહે. જૂનુ ગણેશનગર શેરી નંબર 10, તિરુપતિ સોસાયટી થી આગળ કોઠારીયા ચોકડી, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું.પોલીસે આ શખસ પાસેથી 6 ચાંદીના છત્તર, નાના મોટા દિવેલીયા, પીત્તળના હાથાવાળી સાંકળ સહિત ચોરી થયેલ કુલ રૂૂ. 7,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેની પૂછતાછ કરતા તેણે વડલાવાળી હાથીધરાવાળી મેલડી માંના મંદિરમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *