31 ડીસેમ્બરમા પ્યાસીઓ માટે દારુનો જથ્થો મંગાવવા બુટલેગરો સકીય થયા છે ત્યારે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ટંકારાના બંગાવડી નજીકથી દારૂૂ ભરેલી આખી ટ્રક ઝડપી લીધી હતી 3072 બોટલ દારૂૂનો જથ્થો, ટ્રક અને અન્ય મુદામાલ સહીત 62.29 લાખનો મુદામાલ જપ્ત કરી બે ઇસમોને ઝડપી લીધા છે સપ્લાયર સહીત આઠને વોન્ટેડ જાહેર કર્યા છે. 31 ડીસેમ્બરને ધ્યાને લઈને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ મોરબી જીલ્લામાં વોચ ગોઠવી બેઠી હોય અને ટીંબડીથી ટંકારાના બંગાવડી તરફ જતા દારૂૂ ભરેલા ટ્રકનો પીછો કરી બંગાવડી ગામે આવેલ પીઠડ માતાજી મંદિર પાસે ટ્રકને આંતરી લેવામાં સફળતા મળી હતી જે ટ્રકની તલાશી લેતા આખી ટ્રક દારૂૂની ભરેલી હતી જખઈ ટીમે ગણતરી કરતા ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂૂની 3072 બોટલ કીમત 42,19,057નો જથ્થો મળી આવ્યો હતો.
જેથી દારૂૂનો જથ્થો કીમત42,19,057 ટ્રક કીમત 20 લાખ, 2 મોબાઈલ કીમત 10,000 અને રોકડ 370 સહીત કુલ રૂૂ 62,29,427 નો મુદામાલ કબજે લઈને આરોપી ટ્રક ડ્રાઈવર વિજયસિંગ કાલુસિંગ ચૌહાણ રહે રાજસ્થાન અને દારૂૂનો જથ્થો મેળવનાર યશપાલસિંહ ધનુભા જાડેજા ( રહે ખાનપર તા. ટંકારા વાળા ) ને ઝડપી લીધા છે. તેમજ અન્ય આઠ ઇસમોના નામો ખુલ્યા છે જેમાં દારૂૂનો સપ્લાયર સંદીપ સંઘવાલ, મુખ્ય આરોપીનો પાર્ટનર બ્રીજરાજસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજા રહે પીઠડ તા. જોડિયા, પુનીત રહે હરીયાણા, ક્રેટા કાર જીજે 12 ડીએ નો ડ્રાઈવર, ક્રેટા કારનો ઓનર, સલીમ કાદરી રહે જંગલેશ્વર રાજકોટ, અયુબ શેખ રહે જંગલેશ્વર રાજકોટ તેમજ ટ્રક એચઆર 55 એએલ 5776 નો માલિક એમ આઠ ઈસમો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
