કુચિયાદડ નજીક યંત્રોના જુગાર ઉપર SMCનો દરોડો

હોટલના પટમાં જ પાટલો નાખી આવતી-જતી બસોના મુસાફરોને યંત્રોનો જુગાર રમાડતા હતા; 10 ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર શહેરની ભાગોળે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદડ નજીક ઇન્ડીયા…

હોટલના પટમાં જ પાટલો નાખી આવતી-જતી બસોના મુસાફરોને યંત્રોનો જુગાર રમાડતા હતા; 10 ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર

શહેરની ભાગોળે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદડ નજીક ઇન્ડીયા પેલેસ હોટલના પટમા ચાલતા યંત્રોના જુગાર ઉપરર એસએમસીની ટીમે દરોડો પાડી એક સગીર સહિત 10 શખ્સોને રૂ. 1ર લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. જયારે જુગારધામ ચલાવનાર આરોપી ફરાઇ થઇ ગયો હતો. હોટલના પટ્ટમા જ પાટલો નાખી આવતી – જતી બસોના મુસાફરોને જુગાર રમાડતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદ નજીક આવેલી ઇન્ડીયા પેલેસ હોટલના પટ્ટમા અમુક શખ્સો આવતી – જતી બસના મુસાફરોને યંત્રોનો જુગારધામ રમાડતા હોવાની ચોકકસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે. ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે. એચ. ઝણકાટ સહિતના સ્ટાફે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી હોટલના પટ્ટમાં દરોડો પાડી જુગાર રમાડતા શખ્સો અને જુગાર રમતા મુસાફરોને ઝડપી પાડયા હતા.

જેમા જુગારનો અખાડો ચલાવનાર ભાવેશ રાધાકાંત ઝા (રહે. અમદાવાદ, મેઘાણીનગર), જુગાર ચલાવનાર જનક કાળુભાઇ વિકમા (રે. ચોટીલા, ખુશીનગર), સેવક અખિલેશ શાધિપાલસિંહ રાજપૂત અને ભૂપેન્દ્રસિંહ રામધ્યાનસિંહ રાઠોડ (રહે. અમદાવાદ) ઉપરાંત જુગાર રમતા ઉમેદ બાબભાઇ ખાચર (રે. ફાડદંગ, તા. રાજકોટ), જયદિપ ઘુઘાભાઇ ખાચર (રે. ખવડી, તા. ચોટીલા), શરાફખાન ઉર્ફે મુન્ના હનીફખાન પઠાણ (રે. રેલનગર, રાજકોટ), ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા કનકભાઇ ખાચર (રે. કુવાડવા રોડ, રાજકોટ), રવિ ઉમેદભાઇ વિકમા (રે. સાલેખાડા, તા. ચોટીલા) અને જુગાર રમાડવામા મદદ કરનાર એક સગીરને ઝડપી લઇ એરપોર્ટ પોલીસ સ્ટેશનને સોંપી ગુનો નોંધાવ્યો હતો. જયારે જુગાર ધામ ચલાવનાર મુખ્ય આરોપી ઇરફાન દિવાન (રે. કુવાડવા, તા રાજકોટ) વાળો ફરાર થઇ જતા તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે પટ્ટમાથી રૂ. 1,18,355 ની રોકડ, મોબાઇલ નં 11 અને બે વાહન મળી કુલ રૂ. 12,03,055 નો મુદામાલ કબજે કર્યો હતો.

પ્રાથમિક તપાસમા હોટલના પટ્ટમાં આરોપીઓ છેલ્લા 1પ દિવસથી યંત્રના જુગારનો પાટલો ચલાવી બસના મુસાફરોને જુગાર રમાડતા હોવાનુ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *