અગ્નિકાંડથી દાઝેલા કોર્પોરેશનને ફરી બેઠું કરવા કવાયત: સાત ફાયરમેન સહીત 71ની ભરતી

25 મે 2024ના રોજ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટી લકવો થઇ ગયા બાદ રાજકોટ મહાનગરપાલિકા મહેકમ શાખા દ્વારા છેલ્લા પખવાડિયામાં જુદા જુદા સંવર્ગોમાં…

25 મે 2024ના રોજ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટી લકવો થઇ ગયા બાદ રાજકોટ મહાનગરપાલિકા મહેકમ શાખા દ્વારા છેલ્લા પખવાડિયામાં જુદા જુદા સંવર્ગોમાં કુલ- 71 જેટલા અધિકારી-કર્મચારીઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણુંક હુકમ કરવામાં આવેલ છે. જયારે આ જ સમયગાળામાં કુલ-8 જેટલા અધિકારીઓ-કમર્ચારીઓને બઢતીથી ઉપલી જગ્યા પર નિમણુંક આપવામાં આવી છે.

દરમ્યાન છેલ્લા પખવાડિયામાં ફાયર ઓપરેટર (પુરૂૂષ)”ની કુલ- 275 જગ્યા ભરવા માટે ઉમેદવારોના પ્રેક્ટિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં જ ફાયર ઓપરેટર (પુરૂૂષ) “ની જગ્યા પર પસંદગી પામનાર ઉમેદવારોને નિમણુંક આપવામાં આવશે.વિશેષમાં, ગત પખવાડિયા દરમ્યાન જે જગ્યાઓ પર નિમણુંક હુકમ કરવામાં આવેલ છે તેમાં ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂૂષ) ફાયર ઓપરેટર (પુરૂૂષ), આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન, આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ), લાઈનમેન, એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) આસીસ્ટન્ટ એન્જીનીયર (મિકેનીકલ), ગાર્ડન આસીસ્ટન્ટ, સ્ટેશન ઓફિસર અને કેમીસ્ટનો સમાવેશ થાય છે. એમ મેનેજર મહેકમ શાખા રાજકોટ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *