રૈયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં સ્લોટ અને એક કલાકનો સમય વધ્યો

રેવન્યુ પ્રેક્ટીશનર એસોસીએશનએ નોંધણી સર નિરીક્ષક-ગાંધીનગર તથા મદદનીશ નોંધણી નિરીક્ષક ચારેલને રજુઆત કરેલ કે રાજકોટમાં ઝોન-4(રૈયા) માં લાંબા સમયનું વેઈટીંગ છે તેથી અરજદારોને મુશ્કેલી ન…

રેવન્યુ પ્રેક્ટીશનર એસોસીએશનએ નોંધણી સર નિરીક્ષક-ગાંધીનગર તથા મદદનીશ નોંધણી નિરીક્ષક ચારેલને રજુઆત કરેલ કે રાજકોટમાં ઝોન-4(રૈયા) માં લાંબા સમયનું વેઈટીંગ છે તેથી અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે વધારાના સ્લોટ ખોલવા તેને અનુસંધાને ચારેલએ સત્વેર વડી કચેરીમાં ફોન દ્વારા તથા લેખીતમાં જણાવતા તેની તથા એસોસીએશનએ કરેલ રજુઆતને ધ્યાનમાં લઈ સત્વરે એક કલાકનો સમય વધારી નવા સ્લોટ ખોલવામાં આવેલ છે.
વિશેષમાં એસોસીએશનએ રજુઆત કરેલ કે વડી કચેરીએ એક ડેડ લાઈન જેમ કેત્રણદિવસ કે પાંચ દિવસનું વેઈટીંગ થાય તો ઓટોમેટીક વધારાના સ્લોટ ખુલી જાય તેવું કાયમી ધોરણે સોફટવેરમાં અપગ્રેડ કરવા વિનંતી કરેલ છે તેનો પણ સબ રજિસ્ટ્રાર ચારેલે હકારાત્મક જવાબ આપેલ છે.

રાજકોટમાં અસંખ્ય વિસ્તારોમાં ઘણા લાંબા સમયથી અશાંત ધારો અમલમાં આવેલ છે અને હજુ અન્ય વિસ્તારોમાં પણ અશાંત ધારો લાગુ પાડવાની સરકાર વિચારણા કરી રહી છે ત્યારે અરજદારોને અશાંત ધારાની વેચાણની પૂર્વ મંજુરી મેળવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હતી તેના અનુસંધાને રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશનના પ્રમુખ એન. જે. પટેલની આગેવાની હેઠળ અન્ય હોદ્દેદારો તથા વિશાળ સંખ્યામાં હાજર રહેલ એસોસીએશનના સભ્યોને સાથે રાખી નાયબ કલેકટર પ્રાંત-1 ચાંદનીબેન પરમારને ધારદાર રજુઆત કરેલ જેમાં મુખ્યત્વે નીચેના મુદાઓ સામેલ રહેલ અશાંત ધારાની અરજી સાથે દરેક અરજીઓમાં જુદા-જુદા આધાર પુરાવાઓ માંગવામાં આવે છે તેથી અરજદારોએ અરજી સાથે કયા કયા પુરાવાઓ રજુ કરવા તેનું લીસ્ટ ઓફીસના નોટીસ બોર્ડ ઉપર લગાવવું જેથી એક સુત્રતા જળવાઈ રહે તેવી રજુઆત કરવામાં આવેલ તેના અનુસંધાને નાયબ કલેકટર પ્રાંત ચાંદનીબેન પરમારએ અરજી સાથે રજુ કરવાના પુરાવાઓનું લીસ્ટ હવે પછી ઓફિસના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે તેવો હકારાત્મક નિર્ણય લીધેલ છે.

અરજી સાથે દસ્તાવેજની સર્ટીફાઈડ નકલ તથા ઈન્ડેક્ષની ખરીનકલ પણ જોડવાનું કચેરી દ્વારા જણાવવામાં આવતું હતુ તેનાથી અરજદારોને બીન જરૂૂરી આર્થીક માર પડતો હતો અને સમય પણ વેડફાતો હતો તેથી દસ્તાવેજ નોટરીટ કોપી ચલાવવા તથા નાયબ કલેકટર અશાંત ધારાની મંજુરીથી મીલ્કતનો ટાઈટલ રીપોર્ટ આપતા નથી તેનો ઉલ્લેખ અશાંત ધારાના હુકમની શરતોમાં પણ કરવામાં આવે છે તેવી રજુઆત કરેલ તેના અનુસંધાને જણાવવામાં આવેલ કે દસ્તાવેજની નોટરી ટ કોપી તથા ઈન્ડેક્ષની ખરીનકલ રજૂ રાખવી તેવો હકારાત્મક નિર્ણય નાયબ કલેકટર પ્રાંત ચાંદનીબેન પરમારએ લીધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *