કોર્ટના નિવૃત્ત કર્મચારીની ડિજિટલ એરેસ્ટ કરી રૂ.88 લાખ પડાવનાર છઠ્ઠા આરોપીની ધરપકડ

દિલ્હી ક્રાઈમ બ્રાંચની ખોટી ઓળખ આપી રાજકોટના કોર્ટના નિવૃત કર્મચારી દિનેશભાઈ દેલવાડિયાનેની ડીજીટલ એરેસ્ટ કરી રૂૂા. 88.50 લાખ પડાવી લેવાના કેસમાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે…

દિલ્હી ક્રાઈમ બ્રાંચની ખોટી ઓળખ આપી રાજકોટના કોર્ટના નિવૃત કર્મચારી દિનેશભાઈ દેલવાડિયાનેની ડીજીટલ એરેસ્ટ કરી રૂૂા. 88.50 લાખ પડાવી લેવાના કેસમાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના બદનાવર ગામના રાહુલ શ્રીકૃષ્ણ પાટીદાર (ઉ.વ.27)ને ઝડપી લીધો છે રાહુલની ધરપકડની સાથે જ આ કેસમાં ધરપકડનો આંક છ પર પહોંચ્યો છે.

આ અંગે ગત ઓગસ્ટ મહિનામાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. તપાસના અંતે કમ્બોડિયાની ગેંગની સંડોવણી ખૂલી હતી. સાધુવાસવાણી રોડ ઉપર સ્વાગત રેસીડે ન્સી એ-9 યુનીવર્સીટી રોડ ઉપર રહેતા રાજકોટ સેસન્સ કોર્ટના રીટાયર્ડ આસીસ્ટન્ટ કલાર્ક દિનેશભાઇ જીવણભાઇ દેલવાડીયા (ઉવ.69)ની ફરિયાદને આધારે રાજકોટ સાઈબર ક્રાઈમઅમ ગુન્હો નોધાયો હતો. દિનેશભાઈ અને તેમની પત્નીને આમ 45 દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી દિલ્હી ક્રાઇમ બ્રાંચની ખોટી ઓળખ આપી અલગ-અલગ મોબાઇલ નંબરથી ફોન કરી મની લોન્ડરીંગ તથા ડ્રગ્સના કેસ માં ફીટ કરી દેવાની બીક બતાવી કુલ રૂૂ. 88.55 લાખ પડાવી ઓનલાઈન ફ્રોડ કરેલ હોય જેમાં પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના બદનાવર ગામના રાહુલ શ્રીકૃષ્ણ પાટીદારની ધરપકડ કરી છે.

ધરપકડ કરાયેલ રાહુલ અને અગાઉ પકડાયેલ કેતન જોશીએ દેવાંશ જોશી નામના એકાઉન્ટર હોલ્ડરનું ખાતુ ભાડે રાખ્યું હતું. જેમાં સાયબર ફ્રોડના રૂૂા. 88,50 લાખમાંથી રૂૂા. 8 લાખ જમા થયા હતા. આરોપી રાહુલની આ ભૂમિકા ધ્યાને લઇ સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. અગાઉ પણ જે પાંચ આરોપીઓ પકડાયા હતા તેસાયબર ફ્રોડના નાણાં જે બેન્ક ખાતાઓમાં જમા થયા હતા તેની સાથે સંકળાયેલા હતા. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક,ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી સી.એમ.પટેલની સુચના અને સાયબર ક્રાઈમના પી.આઈ જે.એમ કૈલા,પી.આઈ એસ.ડી.ગીલવાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની ટીમ તથા સાયબર સેન્ટીનલ લેબની મદદથી આરોપીની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *