મોરબીમાં કંપનીમા ભાગીદારીની લાલચ આપી વેપારી સાથે રૂા.1.19 કરોડની ઠગાઈ

રૂપિયાની બદલીમા પ્લોટ આપવાની વાત કરી પ્લોટ બીજાને વેંચી નાખતા ફરિયાદ નોંધાઈ મોરબીમા ભાગીદારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં વેપારીને આરોપીએ બંધ કંપની ચાલુ…

રૂપિયાની બદલીમા પ્લોટ આપવાની વાત કરી પ્લોટ બીજાને વેંચી નાખતા ફરિયાદ નોંધાઈ

મોરબીમા ભાગીદારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં વેપારીને આરોપીએ બંધ કંપની ચાલુ કરવા માટે પૈસાની જરૂૂર બતાવી વેપારીને કંપનીના ભાગીદાર બનાવવાની વાત કરી વિશ્વાસમાં લઈ રૂૂપિયા લય લિધેલ તેમજ કંપની બંધ થતા વેપારીએ રૂૂપિયા પરત માગતા આરોપીએ વેપારીને પ્લોટ આપવાની વાત કરી રૂૂપિયા લય પ્લોટનો સોદાખત કરી પ્લોટ બિજાને વેચાણ કરી દય વેપારી સાથે કુલ. રૂૂપિયા 1,19,55,708 રૂૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના જસાપર ગામના વતની અને હાલ રવાપર રોડ કેપીટલ માર્કેટ સામે ગોલ્ડ પેલેસ એપાર્ટમેન્ટમા 601 માં રહેતા અને વેપાર કરતાં જયેન્દ્રભાઈ અમૃતલાલ દલસાણીયા (ઉ.વ.43) એ આરોપી યેશા ટાઇલ્સ પ્રા.લી. હસ્તે ડાયરેક્ટર રાજેન્દ્રકુમાર ચતુરભાઈ હાલપરા રહે. પ02 ભગવતી ટીવીન્સ -બી સાનિધ્ય પાર્ક સોસાયટી રવાપર મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ યેશા ટાઈલ્સ પ્રા.લી. કંપની બંધ પડી ગયેલ હોય જે ચાલુ કરવા માટે રૂૂપિયાની જરૂૂરત હોય જેથી ફરિયાદીને કંપનીના ભાગીદાર બનાવવાની વાત કરી વિશ્વાસમાં લઈ અલગ અલગ તારીખે કંપનીના ખાતામાં રૂૂપિયા 18,50,000/- ઓનલાઈન ટ્રાંન્સફર કરાવેલ તેમજ રૂૂપિયા 15,00,000/- રોકડા આરોપીના કહેવાથી દિપકભાઈ આહીરને આપેલ હોય બાદ કંપની બંધ થઈ જતા ફરિયાદીએ આરોપી પાસે રૂૂપિયા પરત માંગતા કંપનીની જગ્યામાં પ્લોટ પાડી ફરિયાદીને પ્લોટ આપવાની વાત કરી ફરિયાદી પાસેથી પ્લોટના અગાઉ આપેલ રૂૂપિયા 33,50,000/- તેમજ રૂૂપિયા 86,05,708/- ફરિયાદીએ તેના સગા વ્હાલા પાસેથી ઉછી ઉધારા કરીને રોકડા આરોપીને આપેલ જે કુલ રૂૂ. 1,19,55,708/- આરોપીએ લઈને પ્લોટનો સોદાખત કરી આપી પ્લોટ બીજાને વેચાણ કરી દઈ ફરિયાદીને સોદાખત કરેલ પ્લોટનો દસ્તાવેજ નહીં કરી આપી તેમજ ફરિયાદીને તેના રૂૂપિયા પરત નહીં આપી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ 406,420 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *