જામજોધપુર પંથકમાં ખનિજ ચોરી કરતા છ વાહનો- મશીનરી સીઝ

જામજોધપુર પંથકમાંથી ગેર કાયદે ખનીજ ચોરી કરી રહેલ એક હિટાચી અને પાંચ ડમ્પર ભૂસ્તર શાસ્ત્રી કચેરી ના સ્ટાફ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લા…

જામજોધપુર પંથકમાંથી ગેર કાયદે ખનીજ ચોરી કરી રહેલ એક હિટાચી અને પાંચ ડમ્પર ભૂસ્તર શાસ્ત્રી કચેરી ના સ્ટાફ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકા ના લાલવાડી નેસ, સતાપર ઉદેપુર રોડ ગામ માંથી અવાર નવાર મોરમ – ખનીજ ના બિનઅધિકૃત ખનન ની ફરિયાદ મળતા ભૂસ્તરશાસ્ત્રી જામનગર ની સૂચના થી જામનગર ની તપાસટીમ દ્રારા ગત તા.03/02/2026 ના રોજ આકસ્મિક રીતે તપાસ કરતા એક હિટાચી તથા પાંચ ડમ્પર દ્રારા સરકાર ની કોઈપણ પ્રકારની પરવાનગી વગર બિનઅધિકૃત રીતે ખનન અને વહન કરવા બદલ પકડી પાડવામાં આવ્યા હતા. અને પરડવા ગામ માં લિઝ ખાતે કસ્ટડી સોંપેલ છે, અને નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે.

સીઝ કરાયેલા વાહનો માં હિટાચી ( વાહન માલીક – રૂૂડાભાઈ હમીરભાઇ બઢ ), ડમ્પર નંબર- જીજે-10-ટીવી -5419 (વાહન માલીક- મયુરભાઈ ઓડેદરા ), ડમ્પર નંબર – જીજે-25-યુ-9089(વાહન માલીક- કરણભાઈ જેશાભાઈ રાતીયા ), ડમ્પર નંબર – જીજે-10-ટીવી- 1117 (વાહન માલીક- ભરતભાઈ બાપોદરા) , ડમ્પર નંબર – જીજે-12 એવી-9230 (વાહન માલીક- બાપોદરા વિરમભાઇ નાથાભાઈ) , ડમ્પર નંબર પ્લેટ વગર જેના ચેસીસ નંબર – જીજે-25-યુ -7128 (વાહન માલીક- રામભાઇ વિરમભાઇ બાપોદરા) નો સમાવેશ થાય છે. કુલ મુદામાલ આશરે 1.50 કરોડ રૂૂપિયાનો મુદામાલ સ્થગિત કરવામાં આવ્યોં છે. આ કામગીરી સ્ટાફ ના નિખિલભાઈ, આનંદભાઈ, રમેશભાઈ, ભાવેશભાઈ, નૈતિક ભાઇ, રજનીકાંતભાઈ વગેરે એ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *