કાલાવડના મોટાવડાળામાં દારૂની મહેફિલ માણતા રાજકોટના છ શખ્સો પકડાયા

એક ખેડૂતની વાડીમાં પાર્ટી ગોઠવાઇ હતી, ચિક્કાર નશામાં ધૂત તમામની ધરપકડ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે પોલીસે દરોડો પાડી એક વાડીની ઓરડીમાં દારૂની…

એક ખેડૂતની વાડીમાં પાર્ટી ગોઠવાઇ હતી, ચિક્કાર નશામાં ધૂત તમામની ધરપકડ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે પોલીસે દરોડો પાડી એક વાડીની ઓરડીમાં દારૂની મહેફીલ માણી રહેલા 6 શખ્સો ની અટકાયત કરી લીધી છે, જયારે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂ કબજે કર્યો હતો.
કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરતાં મોટા વડાળા ગામમાં રહેતા વજુભાઈ પરસોત્તમભાઈ બાસીડા ની વાડીમાં ચાલી રહેલી દારૂની મહેફિલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે દરોડો પાડી રાજકોટ જિલ્લાના 6 શખ્સોને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે મોટા વડાળા ગામે વજુભાઈ પરસોતમભાઈ બાસીડાની વાડીમાં કેટલાક શખ્સો ભેગા મળી દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા છ શખ્સો દારૂ પી રહેલી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસે સુરેશભાઈ ગોવિંદભાઈ કપુરીયા (ઉ.વ.53), ચિરાગભાઈ સુરેશભાઈ કપુરીયા (ઉ.વ.34), દિનેશભાઈ કેશુભાઈ કપુરીયા (ઉ.વ.42), રવીરાજસિંહ જીલુભા સોલંકી (ઉ.વ.35), દિવ્યરાજસિંહ ચંદ્રસિંહ રેવર (ઉ.વ.30) તથા મનોજભાઈ વિરજીભાઈ ગોંડલીયાને ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓ રાજકોટ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

દરોડા દરમિયાન પોલીસે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ કબજે કર્યો હતો. આરોપીઓ પાસે દારૂ પીવા માટે કોઈ પાસ-પરમિટ ન હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું. આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજાની ફરિયાદના આધારે હાથ ધરવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

ઝાખર ગામના પાટિયા પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે યુવક ઝડપાયો
મેઘપર (પડાણા) પોલીસ દ્વારા ઝાખર પાટીયા નજીક યુ.પી. ઢાબા હોટલ પાસે પેટ્રોલિંગ દરમિયાન દરોડો પાડતા સીદ્ધરાજસિંહ ઉર્ફે ચિરાગ ભુપેન્દ્રસિંહ ચૌહાણ નામના શખ્સને ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની ચાર બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ઈંગ્લીશ દારૂ ના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *