જેતપુરના મોણપર ગામે ચારણ માટે આપેલી જમીન પચાવી પાડવા છ શખ્સોનો આતંક

રાજકોટ રહેતા યુવાનના દાદીએ આપેલી જમીનમાં ઢોર ચરાવવાની ના પાડતા મામલો બીચકયો રાજકોટ રહેતા અને જેતપુર તાલુકાના મોણપર ગામમાં આવેલી પૂર્વજોની ખેતીની જમીન ધરાવતા યુવાનની…

રાજકોટ રહેતા યુવાનના દાદીએ આપેલી જમીનમાં ઢોર ચરાવવાની ના પાડતા મામલો બીચકયો

રાજકોટ રહેતા અને જેતપુર તાલુકાના મોણપર ગામમાં આવેલી પૂર્વજોની ખેતીની જમીન ધરાવતા યુવાનની જમીન પચાવી પાડવા અને ખેતરમાં પરાણે ઢોર ચરાવી કુહાડી વડે હુમલો કરી જાનથી નાખવાની ધમકી આપી આંતક મચાવનાર છ શખ્સો વિરુદ્ધ જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટ સ્થિત ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા ભુપેન્દ્રભાઇ દડુભાઇ ધાધલે પોતાના જ કૌટુંબિક ભાઈઓ સામે આ ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ નોંધાવી છે.જેમાં આરોપી તરીકે ગટુભાઇ ઉર્ફે પુંજભાઈ જીલુભાઈ ધાધલ,અનકભાઈ જીલુભાઇ ધાધલ,પ્રતાપભાઈ જીલુભાઇ ધાધલ, બાબભાઈ જીલુભાઇ ધાધલ, ભરતભાઈ જીલુભાઈ ધાધલ, ઉમેદભાઈ જીલુભાઇ ધાધલનું નામ આપ્યું છે.

ફરિયાદી ભુપેન્દ્રભાઇના જણાવ્યા અનુસાર, મોણપર ગામે તેમની આશરે 8 વીઘા વારસાઈ જમીન (સર્વે નંબર 143) આવેલી છે. આશરે 30 વર્ષ પહેલાં તેમના દાદી રાણબાઇબેન જીવિત હતા, ત્યારે ગામના જ ગટુભાઇ ઉર્ફે પુંજભાઈ જીલુભાઇ ધાધલને માત્ર ભેંસો ચરાવવા માટે આ જમીન આપી હતી. જેના બદલામાં ગટુભાઇ દૂધ આપતા હતા. જોકે, દાદીના અવસાન બાદ ગટુભાઇએ દૂધ કે ભાડું આપવાનું બંધ કરી દીધું હતું. ભુપેન્દ્રભાઇએ ભાડું માંગ્યું, ત્યારે આરોપીએ ઉદ્ધત વર્તન કરી ’આ જમીન હવે મારી છે’ તેમ કહી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ માથાભારે હોવાથી ફરિયાદી ડરી ગયા હતા. વર્ષ 2011-12 અને ત્યારબાદ 2022માં જ્યારે ભુપેન્દ્રભાઈએ પોતાની જમીન ખેડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આરોપી ગટુભાઇ અને અનકભાઇએ રસ્તામાં રોકીને બિભત્સ ગાળો આપી હતી. ગટુભાઇએ તો પોતાની મોટરસાયકલ પર રાખેલી કુહાડી કાઢી ભુપેન્દ્રભાઇને મારવા પણ દોડ્યા હતા, પરંતુ રાહદારીઓના હસ્તક્ષેપને કારણે બચાવ થયો હતો. બાદમાં ગઈ 25 ઓગસ્ટ 2025ના રોજ ગટુભાઇ ઉર્ફે પુંજભાઈ જીલુભાઇ ધાધલ , અનકભાઇ જીલુભાઇ ધાધલ , પ્રતાપભાઇ જીલુભાઈ ધાધલ,બાબભાઇ જીલુભાઈ ધાધલ , ભરતભાઇ જીલુભાઇ ધાધલ ઉમેદભાઈ જીલુભાઇ ધાધલે ફરીથી જમીનમાં ભેંસો ચરાવી હતી, જેનો વિડિયો શેઢા પાડોશીએ ઉતારી લીધો હતો.

આ બાબતે પૂછતા નીચે મુજબના છ આરોપીઓએ ભેગા મળીને ધમકી આપી હતી કે, “અમે છ ભાઈઓ છીએ, જો તું ખેતરે આવીશ તો તને જીવતો નહીં રહેવા દઈએ. ભલે અમારે જેલમાં જવું પડે.” ભુપેન્દ્રભાઈ ના જણાવ્યા મુજબ, ભરતભાઈ ધાધલે તમામ ભાઈઓ સાથે મીટિંગ કરી આ જમીન કોઈ પણ સંજોગોમાં પાછી ન આપવાનું કાવતરું ઘડ્યું છે. છ ભાઈઓની ટોળકી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું અને અગાઉ પણ જેલ જઈ આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અંતે, ત્રાસથી કંટાળીને ભુપેન્દ્રભાઇએ હિંમત ભેગી કરી જેતપુર પોલીસમાં તમામ 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *