જામનગરમાં ભૂગર્ભ ગટરના નેટવર્ક માટે રૂા.221.96 લાખ મંજૂર

જામનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. 125 કરોડ 87 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. મહત્વની દરખાસ્તમાં શહેરના ત્રણેય ઝોનમાં ભૂગર્ભ ગટરના કામ માટે…

જામનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. 125 કરોડ 87 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. મહત્વની દરખાસ્તમાં શહેરના ત્રણેય ઝોનમાં ભૂગર્ભ ગટરના કામ માટે કુલ રૂા.221.96 લાખનો ખર્ચ મંજુર કરાયો છે.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગ તા. 09-07-2026 ના રોજ ધીરેનકુમાર પી. મોનાણી ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કુલ 10 સભ્યો ઉપરાંત મેયર મોનીકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશભાઈ ડેર, કમિશનર દિપેશ કેડીયા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશનર (વ.) મુકેશભાઈ વરણવા આસી. કમિશનર (ટેક્ષ.) જીજ્ઞેશભાઈ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

15 માં નાણાપંચની મળેલ ટાઈડ અને અનટાઈડ ગ્રાન્ટ અન્વયે કામો હાથ ધરવા સૈધ્ધાંતિક મંજુરી આપવા અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂા. 122.79 કરોડ ના કામો ને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.

મુખ્ય બિલ્ડીંગ ખાતે નવું વાયરીંગ તથા પેનલ અપગ્રેડેશન વર્ક અંગે રૂા. 86.89 લાખ , સોલીડ વેસ્ટ શાખા ના કાયમી સફાઈ કામદાર જીતેશભાઈ ભુરાભાઈને કેન્સરની બીમારી સબબ આર્થિક સહાય મંજુર કરવા ની દરખાસ્ત અન્વયે રૂા. 75,000 ની મર્યાદા માં આર્થિક સહાય ચુકવવા નિર્ણય લેવાયો હતો.
જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓ ખાતે ટેકનીકલ અને વહિવટી કામગીરી માટે જુદી-જુદી જગ્યાઓ પર ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓ ની નવી નિમણુંક આપવા અંગે દરખાસ્તની વિગતે 7 માસ માટે નવી નિમણુંક આપવા તથા અર્બન પ્લાનર તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓ ની નવી નિમણુંક અન્વયે દરખાસ્તની વિગતે નવી નિમણુંક આપવાનું મંજુર રાખવામાં આવ્યું હતું.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત જામનગર શહેરના ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 9, 10, 11 અને 12) હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત ભુગર્ભગટરના નેટવર્કને મજબુતીકરણ તથા વિસ્તૃતિકરણ કરવાના કામ અંગે રૂા. 79.18 લાખ નું ખર્ચ , સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત જામનગર શહેરના સાઉથ ઝોન (વોર્ડ નં. 13, 14, 15 અને 16) હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત ભુગર્ભગટરના નેટવર્કને મજબુતીકરણ તથા વિસ્તૃતિકરણ કરવાના કામ અંગે રૂા. 81.42 લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત જામનગર શહેરના વેસ્ટ ઝોન (વોર્ડ નં. 6, 7 અને 8) હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત ભુગર્ભ ગટરના નેટવર્કને મજબુતીકરણ તથા વિસ્તૃતિકરણ કરવાના કામ અંગે રૂા. 61 .36 લાખ ના ખર્ચ ને મંજુર રાખવામાં આવ્યું હતું.

સ્ટેન્ડિંગ કમિટીના બાકી સભ્યોની નિમણૂક
અધ્યક્ષ સ્થાને થી એક દરખાસ્ત રજૂ થઈં હતી જેમાં ટેન્ડર કમિટીના સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી.જેમાં ધવલભાઈ નાખવા ,તૃપ્તિબેન ખેતીયા , સંજયભાઈ મુંગરા અને જીતેષભાઈ શિંગાળા નો સમાવેશ કરવામાં આવ્યો છે.આમ આજ ની બેઠક માં કુલ રૂા. 125 કરોડ 87 લાખ ના ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી.

ગોકુલનગર બી ઝોનમાં કાલે પાણીકાપ
જામનગર મહાનગરપાલિકા ની વોટર વર્કસ શાખા ની યાદી જણાવે છે કે, તા.10/07/2026 અને શુક્રવારે શહેર ના ગોકુલનગર ઈ.એસ.આર/ઝોન ની પ્રિમાઈસીસ માં મુખ્ય પાણી ની પાઈપ લાઈન ઉપર સ્કાડા ના ફલોમીટર, વાલ્વ બેસાડવા ની કામગીરી કરવાની છે.આથી, ગોકુલનગર ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો નવાનગર, મુરલીધરનગર 1 થી 3, શીવનગર-2, શ્યામનગ2, ખાખીનગર, રામનગર, શાયોના ગલી ડાબી બાજુ, નારાયણનગર, શ્રૃતિ પાર્ક સોસાયટી, કૈલાશનગર, મોહનનગર, વિજયનગર, સીતારામ સોસાયટી, સોહમનગર, બાલમુકુંદ સોસાયટી, મુરલીધર સોસાયટી, સુભાષનનગર, રાજરાજેશ્વરી સોસાયટી, સિધ્ધાર્થ નગર, પ્રમુખ પાર્ક, મયુર એવન્યુ, સ્વામીનારાયણ ટાઉનશીપ વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. બીજા દિવસે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા એ પછી ના દિવસે રૂટીન લગત ઝોન માં પાણી વિતરણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *