શહેરના આજી જી.આઇ.ડી.સી. ખાતે છ દિવસ પૂર્વે રાત્રિના સુમારે બનેલી ત્વની ગોલ્ડની સનસનાટીભરી અને ચકચારી રૂૂ. 1,53,20,000 ની ‘લૂંટ વિથ મર્ડર’ કેસમાં આંતરરાજ્ય આંતંક મચાવતી ગેંગનો પર્દાફાશ કરી રાજકોટ પોલીસે પેઢીના વર્તમાન કર્મચારી અને પૂર્વ કર્મચારી સહીત 10 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ ઉપર પુછપરછ કરી રહી છે. આજે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમે આ લુંટ વિથ મર્ડરનું પેઢીના વર્તમાન કર્મચારી અને પૂર્વ કર્મચારી સહીત ચાર આરોપીને સાથે રાખી ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું, બીજી તરફ આ બનાવમાં સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમે વધુ એક ત્રીજું હથિયાર પણ ચોટીલા પાસેથી કબજે કર્યું છે.
વર્તમાન કર્મચારી કઈ રીતે ટીપ આપી અને મિરઝાપુરની ટોળકીએ કઈ રીતે લુંટ-મર્ડરને અંજામ આપ્યો તે સમગ્ર ઘટના રિક્ધસ્ટ્રકશન સમયે ફરી તાજી થઇ હતી, તે વખતે લોકોના ટોળા તન્વી ગોલ્ડ ખાતે ઉમટી પડ્યા હતા.
ગત તા14/10 ના તન્વિ એક્ષપોર્ટ ઇન્ડીય લીમીટેડ નામના કારખાનાની રીફાઇનરીમાંથી રૂૂ.1.53 કરોડનો સોના-ચાંદીનો માલસામાન લઇને નીકળેલા પેઢીના મેનેજર લાલજીભાઇ લાવજીભાઇ સરધારા ઉપર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી લુંટ ચલાવવામાં આવી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસની અલગ-અલગ ટીમોએ વિલંબ કર્યા વગર પડોશી રાજ્ય રાજસ્થાનના સરહદી જિલ્લાઓની પોલીસ સાથે આંતરરાજ્ય સંકલન સાધી લુંટ અને હત્યામાં સામેલ પૂર્વે કર્મચારી યુ.પી ચંદૌલીના અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ મનોજસીંગ રાજપુત તેમજ હાલ તન્વી ગોલ્ડમાં નોકરી કરતો ચંદૌલીનો શૈલેષકુમાર કર્મવીરભાઇ ખરવાર તેમજ મિરઝાપુરના અનુરાગસીંગ ઓમપ્રકાશસીંગ રાજપુત, વિસાલસીંગ વિનોદસીંગ રાજપુત ,શીવમ ગીરીશચંદ્ર ગુપ્તા ,વેદાંત કાંત ઉર્ફે અમન રમાકાંત પાંડે ,પવનકુમાર શિવપ્રસાદ ચૌબે ,અરવીંદ ઉર્ફે નીરજ હરીશંકર તીવારી ,અજીતકુમાર રામશપથ પાંડે અને શિવમ અશોક પાંડેની ધરપડક કરવામાં આવી હતી. પાંચ મહિના પૂર્વે પઢી માંથી અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ નામના કર્મચારીને કાઢી મુક્યો હોય તેને પોતાના અપમાનનો બદલો લેવા આ લુંટનો પ્લાન બનાવ્યો અને તેની સાથે આ લુંટમાં હાલ મોચીબજારમાં રહેતો તન્વી ગોલ્ડ નામની પેઢીમાં હાલ નોકરી કરતો શૈલેષકુમાર કર્મવીરભાઇ ખરવારએ ટીપ આપી અને અન્ય આઠ શખ્સોની મદદથી આ લુંટને અંજામ આપ્યો હતો. લુંટ વખતે મિરઝાપુરના અનુરાગસીગે લાલજીભાઈ ઉપર ફાયરીંગ કર્યું હતું.
સમગ્ર મામલે તપાસ માટે ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બસીયાની અધ્યક્ષતામાં સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામ આવી છે. જેમાં ક્રાઈમ બ્રાંચના પી.આઈ એ.એસ.ચાવડા ઉપરાંત ત્રણ પીએસઆઈ અને રાઈટર સહીતના પોલીસ જવાનોને સામેલ કરવામ આવ્યા છે. આજે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમે લુંટ વિથ મર્ડરના આરોપી અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ મનોજસીંગ રાજપુત અને હાલ તન્વી ગોલ્ડમાં નોકરી કરતો અને લુંટની ટીપ આપનાર મોચીબજારમાં રહેતા શૈલેષકુમાર કર્મવીરભાઇ ખરવાર, વિસાલસીંગ વિનોદસીંગ રાજપુત અને શીવમ ગીરીશચંદ્ર ગુપ્તાને સાથે રાખી ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું. વર્તમાન કર્મચારી શૈલષકુમારે કઈ રીતે ટીપ આપી અને મિરઝાપુરની ટોળકીએ કઈ રીતે લુંટ-મર્ડરને અંજામ આપ્યો તે સમગ્ર ઘટના રિક્ધસ્ટ્રકશન સમયે ફરી તાજી થઇ હતી, રિક્ધસ્ટ્રકશન વખતે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
રાજકોટ પોલીસ જિંદાબાદના નારા લાગ્યા
આજી જી.આઇ.ડી.સી. ખાતે ત્વની ગોલ્ડની સનસનાટીભરી અને ચકચારી રૂૂ.1.53 કરોડની ‘લૂંટ વિથ મર્ડર’ નો ભેદ ઉકેલવામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે અભૂતપૂર્વ અને ભવ્ય સફળતા મેળવી હોય, રાજકોટ પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ આંતરરાજ્ય આંતંક મચાવતી ગેંગનો પર્દાફાશ કરી લૂંટમાં ગયેલ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી પેઢીના બે કર્મચારી સહીત 10 આરોપીઓની ધરપકડ કરી આજે ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કરાવ્યું ત્યારે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, રિક્ધસ્ટ્રકશન વખતે ત્યાં હાજર લોકોએ રાજકોટ પોલીસની કામગીરી ને બિરદાવી હતી અને રાજકોટ પોલીસ જિંદાબાદના અને રાજકોટની શાન ક્રાઇમ બ્રાન્ચના નારા લગાવ્યા હતા. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસની કામગીરીને રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ પણ રાજકોટ પોલીસનો આભાર માની કામગીરીને બિરદાવી હતી.
