ગોંડલમાં બે કરોડની ઉચાપતના ગુનામાં આરોપીને જેલમાંથી છોડાવવા ‘સેટીંગ’ના નામે વધુ 26 લાખની ઠગાઇ

આરોપીની પત્ની અને પિતાનું નામ નહીં ખોલવાની વાત કરી પત્રકાર સહિત ત્રણ શખ્સોએ રૂપિયા પડાવ્યા ગોંડલમાં કરોડો રૂૂપિયાની આંગડિયા પેઢીની ઉચાપતના કેસમાં જેલમાં બંધ પતિને…

આરોપીની પત્ની અને પિતાનું નામ નહીં ખોલવાની વાત કરી પત્રકાર સહિત ત્રણ શખ્સોએ રૂપિયા પડાવ્યા

ગોંડલમાં કરોડો રૂૂપિયાની આંગડિયા પેઢીની ઉચાપતના કેસમાં જેલમાં બંધ પતિને એકાદ મહિનામાં જામીન પર છોડાવી દેવા તથા કેસમાં મહિલા અને તેમના સસરાનું નામ ન ખોલવાની લાલચ આપી કટકે-કટકે રૂૂ. 26 લાખ પડાવી લેવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ગોંડલ શહેર ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલના પત્રકાર રવિ રામાણી સહિત ત્રણ શખ્સો સામે ગુનાહિત કાવતરું રચી નાણાં પડાવવા અંગે ગુનો નોંધાયો છે.

પોલીસ, કોર્ટ અને જેલ તંત્રમાં વહીવટના નામે ખર્ચ બતાવ્યો ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા વલ્લભ વાટીકા સોસાયટીમાં રહેતા સોનલબેન મયુરભાઇ ઢોલ (ઉં.વ. 42) ના પતિ મયુરભાઇ ઢોલ પી.એમ. આંગડિયા પેઢીમાં આશરે બે કરોડ રૂૂપિયાની ઉચાપતના ગુનામાં સબ જેલમાં બંધ છે. ફરિયાદ મુજબ, આ કેસમાં આરોપી મયુર સોની, સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ ચલાવતા પત્રકાર રવિ રામાણી અને અજય નામના શખ્સે ભેગા મળી મહિલાને તેના તથા તેના સસરાનું નામ આ ગુનામાં ખુલે તેવો ભય બતાવ્યો હતો. આરોપીઓએ પોલીસ અધિકારીઓ, એલસીબી, જજ તથા જેલ તંત્ર સાથે વહીવટ કરીને એકાદ મહિનામાં પતિના જામીન કરાવી દેવાની ખાતરી આપી રૂૂ. 26 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું.

પોલીસમાં નોંધાયેલી વિગત અનુસાર, સોનલબેને પોતાના તથા પરિવારના બચાવ માટે અજયના ડેલા પાસે તથા અલગ-અલગ સ્થળે જઈ કટકે-કટકે રકમ ચૂકવી હતી. સૌપ્રથમ ઘરમાં રહેલા તથા સગા પાસેથી મેળવેલા રૂૂ. 7 લાખ અજયના ડેલા ખાતે આપ્યા હતા. ત્યારબાદ સસરાને કેસમાં ન પકડવા માટે વધુ રૂૂ. 1 લાખ આપ્યા હતા. ત્યારપછી બેંકમાં સોનાના દાગીના ગીરવે મૂકી રૂૂ. 6 લાખની લોન મેળવી તેમાંથી રૂૂ. 1 લાખ અજયને અને રૂૂ. 5 લાખ પત્રકાર રવિ રામાણીને આપ્યા હતા. છેલ્લે પતિને જેલમાં હેરાન ન કરવા માટે જેલ તંત્રના વહીવટ પેટે બહેન-બનેવી તથા માતા પાસેથી ઉછીના લાવી વધુ રૂૂ. 10 લાખ રવિ રામાણીને ડુંગર હીર ધ્વારે આપ્યા હતા.

લાંબો સમય વિતી ગયા છતાં પતિના જામીન ન થતાં અને આરોપીઓનું કામ શંકાસ્પદ જણાતાં મહિલાએ પોતાની રીતે તપાસ શરૂૂ કરી હતી. આ બાબતની જાણ થતાં આરોપીઓએ મહિલાને અજયના ડેલા ખાતે બોલાવીને “જો આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશું અને તારા પતિને જેલમાં વધારે તકલીફ પડશે” તેવી ધમકી આપી હતી. આખરે ગભરાયેલી મહિલાએ હિંમત ભેગી કરી ગોંડલ બી-ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ રવીભાઇ રામાણી, અજયભાઈ (ગુંદાળા બ્રીજ નીચે મુર્તીના ડેલાવાળા) અને મયુરભાઈ સોની સામે ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એ.વી. સાંકહટે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *