કાયદો રદ કરવાની માંગ સાથે 54 ગામના મુસ્લિમ બિરાદરોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું
સમાન સિવિલ કોડ યાને ુસીસીના વિરોધમાં વાંકાનેરમાં મુસ્લિમ સમુદાયની વિશાળ મૌનરેલી રવિવારે સવારે નિકળી હતી. રવિવારે અડધો દિવસ બજારો ખુલી રહેતી હોય છે. પરંતુ આ રેલીના આયોજનને પગલે વેપારીઓએ ગ્રીન ચોક સહિત રેલીના રૂટ મુજબના રસ્તાઓમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળેલો જોવા મળ્યો હતો.
આ રેલીમાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદા, વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વાંકાનેર મુસ્લિભમ સમાજના પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા, એડવોકેટ અને નોટરી પીર સૈયદ શકીલ એહમદ પીરઝાદા, વાંકાનેરના સિનિયર પત્રકાર અને મુસ્લિમ સમાજના મહામંત્રી મહંમદભાઈ રાઠોડ તેમજ ભાટી એન સહિત અન્ય મીડિયા કર્મીઓ, જીલ્લા પંચાયતના ઈસ્માઈલ બાદી, વાંકાનેરના સૈયદ શબીર બાપુ, તબ્લીગ જમાતના મૌલાના નુરમહંમદભાઈ ગાઝી, ઈરફાન પીરઝાદા, હાજી અ.ગફાર રાઠોડ, જાકીરભાઈ બ્લોચ, મ્યુ. સભ્યો અશરફ ચૌહાણ,ર ઝાક તરિયા, તેમજ ફારૂકભાઈ (બીલ્લી) તરિયા સિપાઈ જમાત, ઘાંચી પીંજારા, મકરાણી, મોમીન, ફકીર પઠાણ, કુરેશી જમાતના અગ્રણીઓ સહિત પીપળિયા રાજ ગૌષે સમદાની પાંચદુવારકા મદ્રેસા, પલાંસડી મદ્રેસા, ઉપરાંત તાલુકાના રાજાવડલા, અમરસર, તિથવા, વાલાસણ, કોઠારિયા, ટોળ, અમરાપર, ઉપરાંત શહેરી વિસ્તારના મિલપ્લોટ, હશનપર, શક્તિપરા અને તાલુકાના અન્ય ગામો પંચાસર, રાતીદેવરી, રાણેકપર, વઘાસિયા, પિચાસીયા, વાંકીયા, ચંદ્રપુર, લાલ લીંબાળા, જોધપર, મહિકા, ગારીડા, ભલગામ, સમઢીયાળા, સિંધાવદર, કણકોટ, ખીજડિયા, ખેરવા, સહિતના શહેર અને તાલુકા ભરના 54 ગામે મુસ્લિભમ આગેવાનો, મસ્જીદ, મદ્રેસાઓના મૌલાના, અલીમા સહિત યુવાનો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતાં.
પૂર્વ ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદાના પુત્ર કાસાની પીરઝાદા, મકસુદ રાઠોડ, સહિત રેલીમાં પીર સૈયદ શકિલ પીરઝાદાએ સંવિધાનની બુક હાથમાં લઈ, એમ, આ સંવિધાનના સમર્થન સાતે જ ચાલીશું તેવું આહવાન કહ્યું હતું. અને આ યુસીસી રદ કરવા તથા નવા વકફ કાયદાનો વિરોધ કરી તેને રદ કરવાની માંગણી બુલંદ કરી હતી.
નાયબ કલેક્ટરને આવેદન પાઠવ્યા બાદ આ રેલીમાં શામેલ થવા બદલ વાંકાનેર શહેર અનેતાલુકા મુસ્લિમ સમાજ દ્વારા દરેક સામાજીક ધાર્મિક, રાજકીય અગ્રણીઓ, યુવાનો તથાવહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.
