જમદઢ જાંબુવાન અને નળ અંગદ સુગ્રીવ ન રહ્યા, પણ હજુ લગ હનુમાન ઈતો કાયમ બેઠો ’કાગડા’
દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો થશે પ્રારંભ
50000થી વધુ શ્રોતાગણ એકસાથે બેસી કથા સાંભળી શકે તેવું ભવ્ય આયોજન
રાજકોટમાં રેસકોર્ષમાં બનાવેલા 52 ફૂટ ઊંચા સાળંગપુર મંદિરમાં દાદાના દિવ્ય દર્શનનો લ્હાવો મળશે
રાજકોટના આંગણે આગામી 27 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન ઐતિહાસિક અને આધ્યાત્મિક મહોત્સવ ’શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. કથામાં એક સાથે 50,000થી વધુ ભક્તો બેસીને કથા સાંભળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ કથા ગ્રાઉન્ડમાં ખાસ સાળંગપુર થીમનું 52ફૂટ ઊંચું મંદિર પણ ઊભું કરવામાં આવ્યું છે.
આ કથા કોઈ ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા નહીં પણ સમગ્ર રાજકોટવાસીઓ દ્વારા થઈ રહી છે. આ કથા 27 ડિસેમ્બર થી બે જાન્યુઆરી સુધી રાત્રે 7:30 થી 11:30 કલાક સુધી. હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી હનુમાનજીના જીવન ચરિત્રનું રસપાન કરાવવામાં આવશે.
બે થી ત્રણ હજાર જેટલા જેટલા સ્વયંસેવકો રાત-દિવસ ભાઈઓ તથા બહેનો સેવામાં કાર્યરત રહેશે. તન મન ધન થી દાદા ના સેવા ભાવમાં હજારો ભક્તો દિવ્યતા અનુભવી રહ્યા છે. કથા શ્રવણ માટે આવતા ભક્તો ને કોઈ અડચણ ન પડે તે માટે સ્વયંસેવકો દિવસ રાત એક કરી રહ્યા છે. 31 ડિસેમ્બરે શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે જેમાં 151 કિલો કેક, 108 કિલો પુષ્પવર્ષા, ભવ્ય અન્નકૂટ તથા ફૂલ-ફુગ્ગાથી સભામંડપને શોભાવવામાં આવશે.
31મી ડિસેમ્બરની રાત્રે પાશ્ચાત્ય સંસ્કૃતિના બદલે હનુમાન દાદાની આરાધના સાથે યુવાનો નવા વર્ષને વધાવશે તેવું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બર ના રોજ મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ ઉમટશે. દાદાના જન્મદિવસને વધાવવા અત્યારથી યુવાઓ થનગની રહ્યા છે. આ કથામાં ધાર્મિકની સાથે રાષ્ટ્રીય ભાવના પણ જાગૃત કરાશે સંદેશ પણ અપાશે.
શ્રી હનુમાન ચાલીસા યુવા કથા દરરોજ સાંજે 7:30 થી રાત્રે 11:30 કલાક દરમિયાન યોજાશે. રાષ્ટ્રભાવના જાગૃત કરવા કથાનો પ્રારંભ રાષ્ટ્રગીત જન ગણ મનથી અને પૂર્ણાહૂતિ હનુમાનજી મહારાજ ની આરતી કરવામાં આવશે. વ્યાસપીઠની એક બાજુએ ધર્મ ધ્વજ લહેરાશે અને બીજી બાજુએ રાષ્ટ્ર ધ્વજ ફરકશે.
દરરોજ કથા પૂર્વે સનાતન ધર્મની ઝાંખી કરાવવામાં આવશે. રેસકોર્ષ ગ્રાઉન્ડમાં દરરોજ કથા પૂર્વે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં જયપુરની પ્રખ્યાત નાટ્ય ટીમ દ્વારા સનાતન ધર્મની અદભુત ઝાંખી રજુ કરશે. સાથે જ ભજન કીર્તનની રંગત જામશે. 60થી વધુ કલાના કસબીઓ અદભુત પ્રસ્તુતિ કરી લોકોને અભિભૂત કરશે.
આવતીકાલે પોથી યાત્રામાં 551 પોથી, હાથી, ઘોડા, વિન્ટેજ કાર, નાસિક ઢોલ, અઘોરી નૃત્ય, બાહુબલી હનુમાન જમાવશે આકર્ષણ
કથાના પ્રારંભ પૂર્વે 27 ડિસેમ્બર 2025, શનિવારે બપોરે 2:00કલાકે વિરાણી હાઈસ્કૂલ મેદાનથી અતિ ભવ્ય અને દિવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોથીયાત્રામાં હાથી,ઘોડા,વિન્ટેજ કાર,નાસિક ઢોલ,અઘોરી નૃત્ય, બાહુબલી હનુમાન,થાર જીપ, વિન્ટેજ કાર અને બુલેટ સવારોનું આકર્ષણ રહેશે . સાથે નાશિકના ઢોલ-નગારા અને ભારતીય સાંસ્કૃતિક નૃત્યોની ઝલક જામશે. હાથીની અંબાડીપોથીયાત્રાની શોભા વધારશે. બાહુબલી હનુમાનજીની વેશભૂષામાં સેવકો દર્શનને પાત્ર બનશે. 551 બહેનો મસ્તક પર રામચરિતમાનસની પોથીઓ લઇ યાત્રામાં જોડાશે. આ પોથી યાત્રા વિરાણી હાઈસ્કૂલ મેદાનથી શરૂૂ થઈ યાજ્ઞિક રોડ, ઈમ્પિરિયલ હોટલ થઈને , જિલ્લા પંચાયત ચોક અને કિશાનપરા ચોક થઈને રેસકોર્સ ગ્રાઉન્ડમાં પ્રવેશ પામશે. ડી.જે. અને બેન્ડવાજાના તાલે જય શ્રી રામ, જય હનુમાન, જય બજરંગબલીના ગગનભેદી નાદ સાથે સમગ્ર શહેર ભક્તિમય બની જશે.
પાંચ લાખ પ્રસાદની કીટ તૈયાર કરાઈ
કથા સાંભળવા આવતા તમામ લોકોને પ્રસાદ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. યુવા કથા સમિતિ દ્વારા પાંચ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે સાથે કથા સાંભળવા આવતા તમામ લોકોને જગ્યા પર જ પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
2-જાન્યુઆરીના દિવસે દાદાને ભવ્ય અન્નકૂટ ધરાશે
તારીખ 2-જાન્યુઆરી ના રોજ હનુમાન દાદા ને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. શહેરના બહેનો પોતાના ઘરેથી વાનગીઓ તૈયાર કરી દાદાને ધરાવશે. આ તમામ વાનગીઓ સ્વયં સેવક ભાઈઓ તથા બહેનો અન્નકૂટ સ્વરૂૂપે શણગારશે અને પ્રસાદ સ્વરૂૂપે ભાવિકોને વિતરણ કરવામાં આવશે.
