પતિનાં મોત બાદ આઘાતમાં સરી પડેલા પત્નીએ જીવન ટૂંકાવી લીધું

  શહેરના હાથીખાનામાં રહેતા ગૌરીબેન મહાદેવભાઈ સામંત (ઉ.વ.50)એ ઘરે રૂૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ એ-ડિવીઝન પોલીસના ચોપડે નોધાયો છે.પોલીસે જણાવ્યું કે,સંતાનમાં એક પુત્ર…

 

શહેરના હાથીખાનામાં રહેતા ગૌરીબેન મહાદેવભાઈ સામંત (ઉ.વ.50)એ ઘરે રૂૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ એ-ડિવીઝન પોલીસના ચોપડે નોધાયો છે.પોલીસે જણાવ્યું કે,સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી ધરાવતાં ગૌરીબેનના પતિ મહાદેવભાઈનું આશરે બે વર્ષ પહેલા મૃત્યુ નિપજયું હતું. ત્યારથી તે ગુમસુમ રહેતા હતા અને એકલવાયા જેવું જીવન જીવતા હતા.તેના કારણે લાગી આવતા ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.પી.જી.વી.સી.એલ.માં નોકરી કરતો પુત્ર નીચે રૂૂમમાં માતા ગૌરીબેનને જમવા બોલાવવા જતા તે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. 108ને બોલાવતા તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. જાણ થતા એ-ડીવીઝન પોલીસના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *