રિધ્ધિ સિધ્ધિ ઈન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રોપરાઈટરને છેતરપિંડીના ગુનામાં પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ

શહેરના સાધના ભેળવાળા દિપક પ્રેમજીભાઈ ટાંક અને સાહેદ રાહુલ સીધ્ધપુરાનો વિશ્વાસ કેળવી રિધ્ધિ સિધ્ધિ ઈન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રોપરાઈટર પોતાની કંપનીમાં રોકાણ કરવાથી વધુ વળતર નફો અપાવવાની…

શહેરના સાધના ભેળવાળા દિપક પ્રેમજીભાઈ ટાંક અને સાહેદ રાહુલ સીધ્ધપુરાનો વિશ્વાસ કેળવી રિધ્ધિ સિધ્ધિ ઈન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રોપરાઈટર પોતાની કંપનીમાં રોકાણ કરવાથી વધુ વળતર નફો અપાવવાની લાલચ આપી રોકાણ કરાવી દર મહીને વળતર કે રોકાણ કરેલ રકમ નહી આપી રૂૂા.60 લાખ ઓળવી જઈ ઠગાઈ કર્યા અંગેની આરોપી પલક પફુલભાઈ કોઠારી વીરૂૂધ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો જે કેસમાં ચાર્જશીટ થતા કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચાલવા પર આવતા સરકારપક્ષ તથા મુળ ફરીયાદપક્ષે કુલ 57 ડોકયુમેન્ટસ દસ્તાવેજી પુરાવા સ્વરૂૂપે રજુ કરી -6 સાહેદો તપાસવામાં આવ્યા હતા. બાદમાં બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી જી.પી.આઈ.ડી. એકટની સ્પે. કોર્ટના પિન્સીપાલ ડીસ્ટ્રકટ જજે બંને કલમો હેઠળ પાંચ-પાંચ વર્ષની સજા અને રૂૂા.1 લાખના દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે.

આ કેસમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુલાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, જસ્મીન દુધાગરા, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, જય પીઠવા, સાહીલ કંટારીયા તથા મદદમા નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ, સરકાર પક્ષે એસ.કે. વોરા અને કમલેશ ડોડીયા રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *