રાજુલા તાલુકાના હિંડોરણા પુલ નીચે નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ રાજુલા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવાન હિંડોરણા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ લાલજીભાઈ પથુભાઈ સોલંકી દેવીપૂજક (ઉં.વ. 55) તરીકે કરવામાં આવી છે.માહિતી અનુસાર લાલજીભાઈ ગઈકાલથી ગુમ હતા અને આજે બપોરે તેમના ગુમ થવા બાબતે રાજુલા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ શોધખોળ દરમિયાન હિંડોરણા પુલ નીચે નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના મોતનું ચોક્કસ કારણ જાણવા રાજુલા પોલીસે તપાસ શરૂૂ કરી છે.
