જુના માર્કેટ યાર્ડ પાછળ આવેલ સીતારામ પાર્કમાં રહેતા ફૂલના ધંધાર્થીએ બેડી ગામે હડમતીયા ફાટક પાસે કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ ચોટીલાના મોકાસર ગામનો વતની અને હાલ જુના માર્કેટ યાર્ડ પાછળ સીતારામ પાર્કમાં રહેતા અને ફૂલનો ધંધો કરતા મંગલસીંગ પુનાભાઈ વાલાણી નામનો 30 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના બેડી ગામ હડમતીયા ફાટક નજીક રોડ ઉપર હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર એસીડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. અન્ય બનાવમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ સીતારામ પાર્કમાં રહેતા મેહુલ રમેશભાઈ મકવાણા (ઉ.વ.18) પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હતું. જ્યારે ગોંડલ રોડ ઉપર આવેલ આંબેડકરનગરમાં રહેતા રાહુલ જયંતીભાઈ ડાંગર નામના 22 વર્ષના યુવાને કણકોટ રોડ ઉપર આવેલ વિઠ્ઠલ રાદડિયા ચોક પાસે ફિનાઈલ પી લીધું હતું. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
