છોટી કાશીમાં મહાશિવરાત્રી પર્વે શિવ શોભાયાત્રાનું આયોજન

જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે છેલ્લા 43 વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની…

જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે છેલ્લા 43 વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે ચૂમાલીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે, અને આગામી 26મી ફેબ્રુઆરી ને મહાશિવરાત્રી ના પર્વના દિવસે ભવ્યાતિભવ્ય શિવ શોભાયાત્રા યોજાશે. જેમાં અગિયાર કિલો ચાંદી મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત 18 સંસ્થાના 25 જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે.

ભગવાન શિવજીને ત્રિશુલ-ડમરૂૂ-ચંદ્ર-કુંડળ-માળા-જનોઇ-છત્તર-પાઘડી જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરાયા છે. જે શોભાયાત્રા નાગેશ્વર મંદિર થી પ્રારંભ થઇ નગરભ્રમણ કરી રાત્રિના ભીડભંજન મહાદેવ મંદિરે પરીપૂર્ણ થશે, અને મહાઆરતી યોજાશે. શોભાયાત્રા ના રૂૂટ પર 83 જેટલા સ્થળોએ સ્વાગત કરાશે, તેમજ જુદા જુદા શિવભક્તો દ્વારા ભગવાન શિવજીની ઝાંખી ઉભી કરીને પ્રસાદ વિતરણ પણ કરાશે.
જામનગર શહેર પછોટી કાશીસ્ત્રસ્ત્ર ના ઉપનામથી વિશેષ વિખ્યાત છે. શહેર જિલ્લામાં શિવભકતોની સંખ્યા બેસૂમાર છે. જામનગરમાં સ્થાપિત વિવિધ શિવાલયો પણ શિલ્પ સ્થાપત્યની દ્ર્ષ્ટિએ બેનમૂન તેમજ ભાવિકોના શ્રધ્ધા કેન્દ્ર સમા છે.

ત્યારે પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પર્વની જામનગર શહેરમાં ભારે ઉત્સાહપુર્વક ઉજવણી થાય છે અને ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન પણ પ્રતિવર્ષ હાથ ધરાય છે. અને આ વખતે 44માં વર્ષે ભવ્ય શિવશોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

શિવશોભાયાત્રામાં સ્થાન પામતી શિવજીની રજત મઢીત પાલખીનો પૂજનવિધિ સમારોહ તા. 26 ફેબ્રુઆરી ને મહાશિવરાત્રી પર્વના દિવસે સવારના 10 થી 12 શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાશે. જેમાં પાલખીની પ્રાસાદ પ્રતિષ્ઠા અને આશુતોષ મહાદેવજીની પૂજા શહેરના અગ્રણી દંપતિઓ દ્વારા થશે. ઉપરાંત અન્ય ભાવિકજનો પણ આ પાલખીનું પૂજન – અર્ચન અને દર્શન તે જ સ્થળે કરી શકશે. ત્યાર પછી બપોરના ત્રણ વાગ્યે અહીંથી પાલખીને વાજતે ગાજતે સિધ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતી કરવામાં આવશે. જ્યાં સંતો-મહંતોની અને શહેરના શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ પછી બપોરે ચાર કલાકે શિવ શોભાયાત્રાનો પ્રારંભ થશે.

સમગ્ર શિવશોભાયાત્રાના કાર્યક્રમને પાર પાડવા માટે પાલખી સમિતિના 70 થી વધુ શિવભક્તો એક જ રંગના ધાર્મીક સુત્રોનું ચિત્રણ કરેલા એક સરખા ભગવા રંગ ના ઝભ્ભા ધારણ કરશે, અને ખભે ખેસ તેમજ ઓળખપત્ર સાથે શોભાયાત્રાનું સંચાલન કરશે. ચાંદી મઢીત સાગના લાકડાની વિશાળ પાલખી ઊંચકનારા ભાવિક સભ્યો તમામ આ ઝભ્ભાની સાથે પિતાંબરી પણ ધારણ કરશે તેમજ આઠ કલાક ચાલનારી સમગ્ર શોભાયાત્રા દરમિયાન ખૂલ્લા પગે જોડાશે.

શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટ તદ્ ઉપરાંત રૂૂદ્રાય ચેરીટેબલ ટ્રસ્ટ (બે ફલોટ), શિવસેના (1 ફ્લોટ), સતવારા સમાજ (4 ફલોટ), મહાસેના મિત્ર મંડળ (બે ફલોટ), ભગવા યોદ્યા સંઘ (4 ફલોટ), નાગેશ્વર મિત્ર મંડળ (2 ફલોટ), ભગવા રક્ષક (3 ફલોટ), હિન્દુ સેના (2 ફલોટ), શિવ નાગેશ્વર મિત્ર મંડળ (બે ફલોટ), ઓમ યુવક મંડળ (એક ફલોટ),મહા સેના (2 ફ્લોટ)વિરાટ બજરંગ દળ (1 ફ્લોટ), વી.ડી. સિક્યોરિટી ગ્રૂપ સહિતના મંડળો દ્વારા 25 જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવશે.
સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાશે. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાશે. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે તેમજ ભગવાન શિવજી ના પાત્રો સાથેના અને ધાર્મિક પ્રસંગો ચલિત શોભાયાત્રા દરમિયાન રજૂ કરાશે, જેથી શોભાયાત્રા ભવ્ય બનશે. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાશે.

બપોરે સાડા ત્રણ વાગ્યે નાગેશ્વર વિસ્તારમાં આવેલા પૌરાણીક સુપ્રસિધ્ધ શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થનારી આ શોભાયાત્રા નાગનાથ ગેઇટ, કે.વી.રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, સજૂબા ગર્લ્સ હાઇસ્કૂલ, હેડ પોસ્ટ ઓફીસથી દરબારગઢ, બર્ધન ચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક રોડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક, ટાઉન હોલ થઇ રાત્રે 12.30 કલાકે શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચશે જયાં રાત્રીના મહાઆરતી પછી શોભાયાત્રા સંપન્ન થશે.

આ વખતે સતત 44માં વર્ષે યોજાનારી શિવશોભાયાત્રાના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં આવી છે. જેના ક્ધવીનર તેમજ સહ ક્ધવીનર તરીકે 3 સભ્યોની નિયુકિત કરવામાં આવશે. મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજેશ વ્યાસ(મહાદેવ)ના માર્ગદર્શન હેઠળ અનેક શિવભકતો દ્વારા સફેદ રંગના વસ્ત્રો તેમજ સંસ્થાના ઓળખપત્રો તથા કેશરી ખેસ ધારણ કરી શોભાયાત્રાનું સંચાલન કરાશે. જેઓ શોભાયાત્રાના રોકાણ, સંચાલન સાથે સતત શોભાયાત્રા દરમિયાન ખડે પગે જ રહેશે. શોભાયાત્રા દરમિયાન ઉદ્ભવનારી સમગ્ર પરિસ્થિતિનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ બનશે.

શોભાયાત્રામાં જોડાનારા તમામ મંડળો અને ચલિત ફલોટ્સ ધારકો પણ આ સંકલન સમિતિના નેજા હેઠળ જ ભાગ લેશે.

આ ઉપરાંત શોભાયાત્રાના માર્ગ પર વિવિધ જ્ઞાતિમંડળો, સેવા સંસ્થાઓ, યુવક મંડળો, ધાર્મિક સંગઠનો, મિત્ર મંડળો, વેપારી મંડળો, અગ્રણી વ્યાપારીઓ દ્વારા પોતાના કાર્યક્ષેત્રનાં વિસ્તારો ધજા-પતાકા, મંડપ, કમાન, રોશનીથી શણગારવામાં આવશે. તેમજ જે તે વિસ્તારમાંથી પસાર થનારી શિવશોભા યાત્રાનું સ્વાગત કરશે. જેમાંના કેટલાક મંડળો દ્વારા પોતાના સ્થાનિક વિસ્તારમાં ઠંડા પીણાં, સરબત, દૂધ કોલ્ડ્રીંકસ, સૂકીભાજીની પ્રસાદીની સમસ્ત ભાવિકજનો માટે સેવા પૂરી પાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *