રાજકોટ શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં બિપિનભાઈ આત્મારામ મોટવાણી દ્વારા એક લેખિત રજુઆત કરવામાં આવી છે.જેમાં તેમણે અન્ય એક વ્યક્તિ પર ખોટી રીતે બદનામ કરી ગુનામાં સંડોવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ફરિયાદ અનુસાર, તાજેતરમાં ભગવાન ઝૂલેલાલ સાહેબની જન્મજયંતિ નિમિત્તે સિંધી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો અને ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધનરાજભાઈ ભાવનાણી એ એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી, જેમાં ફરિયાદી વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપો કરી તેમની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
વધુમાં, ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે સામાવાળા વ્યક્તિએ અગાઉ પણ ઝેરી દવા પીને આત્મહત્યાનું નાટક કરી નિર્દોષ લોકોને ખોટા ગુનામાં ફસાવવાના સ્ટંટ કર્યા છે.બાઈક રેલી દરમિયાન થયેલી માથાકૂટ અને વાયરલ થયેલી ઓડિયો ક્લિપને પુરાવા તરીકે રજૂ કરી, ફરિયાદીએ પોલીસ કમિશનર અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને આ બાબતે તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
