કુંકાવાવ તાલુકાના વડિયામાં તોરી ગ્રામ પંચાયત કચેરીમાં નેતાઓ વચ્ચે ધિંગાણું

અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામના પૂર્વ સરપંચ સોનલબેન પાનસુરીયા તાલુકા પંચાયત ચૂંટણીમાં વિજેતા બનતા તેની કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થતા તોરી…

અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામના પૂર્વ સરપંચ સોનલબેન પાનસુરીયા તાલુકા પંચાયત ચૂંટણીમાં વિજેતા બનતા તેની કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થતા તોરી ગામના સરપંચ પદનો ચાર્જ ઉપ સરપંચ પરેશભાઈ કોટડીયાને સોપાવામાં આવતા હાલ તોરી ગ્રામપંચાયતનુ સુકાન તેઓ સંભાળી રહ્યા છે.

બપોર બાદના સમયે તોરી ગામમાં વિકાસ કર્યો ચાલતા હોવાથી તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ યોગેશભાઈ પાનસુરીયા અને સરપંચ પરેશભાઈ કોટડીયા તોરી ગામે હાજર હતા ત્યારે બંને વચ્ચે ગ્રામપંચાયત ખાતે ધીંગાણાની ઘટના ઘટી હતી અને ગ્રામપંચાયત કચેરીમાં બંને નેતાઓ વચ્ચે ખુરશીઓ ઉડી હતી અને બટકા ભર્યાની ઘટનાઓ સામે આવી હતી.

આ બાબતની જાણ સ્થાનિકોને થતા મામલો વધુ ગરમાયો હતો. બંને નેતાઓ ધીંગાણામાં ઈજાગ્રસ્ત થતા 108 મારફતે વડિયા સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખાસેડવામાં આવ્યા હતા. આ બાબતની જાણ વડિયા પોલીસને થતા તે પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથધરી હતી.

જોકે સરપંચ પરેશભાઈ કોટડીયાને વધુ ઈજાઓ થતા તેમને વધુ સારવાર અર્થે જેતપુર રીફર કરવામા આવ્યા હતા. આ તકે બંને નેતાઓના જગડાના સમાચાર સમગ્ર પંથકમાં ફેલાતા વડિયા સીવીલ હોસ્પિટલ ખાતે બંને નેતાઓના સમર્થકો ઉમટ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *