શાપર વેરાવળ પાસેથી પોલીસે રિક્ષા માં નીકળેલ દંપતીને રૂૂ.1.09 લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ વધુ તપાસ શરૂૂ કરી છે. મૂળ બિહારનું આ દંપતી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બાંધણીઓને ગાંજો સપ્લાય કરતું હતું.
મળતી વિગતો મુજબ શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમી મળી હતી કે ઓટો રીક્ષામાં ગાંજો લઇ જવામાં આવી રહ્યો છે.
જેના આધારે રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર કોરાટ ચોક પાસેથી બાતમીને આધારે ઓટો રીક્ષાની વોચમાં હતા તે દરમ્યાન રાજકોટ થી શાપર જતા નેશનલ હાઇવે રોડ પર કોરાટ ચોક ખાતે હકીકત વાળી બે ઓટો રીક્ષા આગળ પાછળ આવતી હોય જે બંન્ને ઓટો રીક્ષાને ઇશારો કરી અટકાવી હતી જેમાં ઓટો રીક્ષાના રજી નં જીજે 03-સીટી-2592 વાળી માં ડ્રાઇવીંગ સીટ ઉપર એક ઇસમ બેઠેલ હોય તેમજ તેની પાછળની સીટ માં એક સ્ત્રી તથા એક બાળક બેસેલ છે જે પુરુષ તથા સ્ત્રીની પુછપરછ કરતા મૂળ બિહારના આરા જીલ્લાના ધમારના ગનોલીના વતની અને હાલ ગુંદાસરા, રીબડા રેલ્વે સ્ટેશન પાછળ,ટાવર વાળી શેરીમાં રહેતા લક્ષ્મણરામ રૂૂદલરામ પાસવાન (ઉ.વ.37) અને તેની પત્ની રોમાદેવી લક્ષ્મણરામ રૂૂદલરામ પાસવાન (ઉ.વ.37) હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસ ટીમે તપાસ કરતા દંપતી પાસેથી રૂૂ.1.09 લાખની કીમતના 2 કિલો 19 ગ્રામ ગાંજાનો જાથ્થો મળી આવ્યો હતો. રાજકોટ એફએસએલ અધિકારીને બોલાવી તેમનો અભિપ્રાય મેળવી આગળની કાર્યવાહી કરી હતી.
