છૂટાછેડાના 40 લાખ માગતા રાજનગરના યુવાને પત્ની-સાસુના ત્રાસથી આપઘાત કર્યો’તો

નાના માવા રોડ પર રાજનગરમાં રહેતા વિશ્વજીતસિંહ(ઉ.વ38)એ બે દિવસ પહેલા ગળેફાંસો ખાઈ આપઘાત કરીલીધા બાદ તેના પિતા રાજેન્દ્રસિંહ (ઉવ.62)એ તેના પુત્રની પત્ની આરતી અને સાસુ-જ્યોતિબેન…

નાના માવા રોડ પર રાજનગરમાં રહેતા વિશ્વજીતસિંહ(ઉ.વ38)એ બે દિવસ પહેલા ગળેફાંસો ખાઈ આપઘાત કરીલીધા બાદ તેના પિતા રાજેન્દ્રસિંહ (ઉવ.62)એ તેના પુત્રની પત્ની આરતી અને સાસુ-જ્યોતિબેન દિનેશભાઈ વાઘેલા (રહે,સત્યમપાર્ક, 80 ફુટ રોડ) સામે છૂટાછેડા બાબતે રૂૂપિયાની માંગણી કરી ત્રાસ આપી વિશ્વજીતસિંહને મરવા મજબૂર કર્યાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રાજેન્દ્રસિંહે પોલીસને જણાવ્યું કે, તે ખાનગી બેન્કમાં સેક્યુરીટી તરીકે નોકરી છે. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. સૌથી મોટા પુત્ર વિશ્વજીતસિંહે દોઢેક વર્ષ પહેલા આરતી સાથે કોર્ટમેરેજ કાર્ય હતા. ત્યારબાદથી તે આરતીના ઘરેજ ઘરજમાઈ તરીકે રહેતા હતા. લગ્નના ચારેક માસ બાદ થી પત્ની આરતી અને આસું જ્યોતિબેન તેની પાસે પૈસાની માંગણી કરવા લાગ્યા હતા. અને તું તારા પિતા પાસેથી મિલ્કતમાં ભાગ લઇ લે કહેતા તેના ના પાડતા બંનેએ મારામારી કરી હતી.

ત્યારબાદ તેનો પુત્ર વિશ્વજીતસિંહ તેનો સમાન ત્યાંજ મૂકીને પરત તેના ઘરે આવતો રહ્યો હતો.ઘરે આવીને તેણે આ બધી વાત કરી હતી. વિશ્વજીતસિંહ ઘરે આવ્યાના દિવસેજ બને આરોપીએ ત્યાં આવી માથાકૂટ કરી હતી. ત્યારબાદથી આરતી વિશ્વજીતસિંહને કોલ કરી છૂટાછેડા કરવા હોય તો તું મને 40 લાખ રૂૂપિયા પોલીસમાં ફરિયાદ કરીને તને જેલમાં પુરાવી દઈશ.તેમ કહી ધમકી આપી હતી.એટલુંજ નહિ થોડા દિવસો બાદ આરતીએ તેના પરિવારજાણો સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. બીજી તરફ અવાર-નવાર તેના પુત્રના કામના સ્થળે જઈ બેનને આરોપી પૈસા બાબતે માથાકૂટ કરતા હતા.તેમજ તેના અને તેના પુત્ર વિશ્વજીતસિંહ ઉપર આરતીએ એટ્રોસીટીની ફરિયાદ પાર કરી હતી. જેથી ત્રાસી વિશ્વજીતસિંહે ગળેફાંસો ખાઈ લીધો હતો ત્યારે તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં તેના આપઘાત પાછળ પત્ની આરતી અને સાસુ જયોતી જવાબદાર હોવાનું લખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *