કુવાડવાના જાળિયા ગામે જુગાર રમતા સાત ઝડપાયા

કુવાડવા નજીક જાળીયા ગામ પાસે વાડીની બાજુમાં ડીસીપી ઝોન-1ની એલ.સી.બી.ની ટીમે બાતમીના મળતા તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા. મળતી વિગત મુજબ જાળીયા…

કુવાડવા નજીક જાળીયા ગામ પાસે વાડીની બાજુમાં ડીસીપી ઝોન-1ની એલ.સી.બી.ની ટીમે બાતમીના મળતા તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જાળીયા ગામ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ડીસીપી ઝોન-1 ની એલસીબીના હેડ કોન્સ જગદીશસિંહ પરમાર તથા કોન્સ. રવિરાજભાઈ પટગીરને બાતમી મળતા જાળીયા ગામ પાસે વાડીની બાજુમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા વાંકાનેરના અગાભી પીપળીયાના ભુપતસિંહ નટુભા જાડેજા, ખીમજી ભગવાનજીભાઇ કાંજીયા, વાંકાનેરના કોટડા નાયાણીના પરાક્રમસિંહ હાલુભા જાડેજા, ગીરીરાજસિંહ શકિતસિંહ જ વડેજા, સતા કડવાભાઇ વરૂૂ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા દિલીપ ગોરધનભાઈ પરસાણા અને અગાભી પીપળીયાના જગદીશ ઉર્ફે કાળુ શામજીભાઇ ઘેટીયાને પકડી લઇ રૂૂા. 35200ની રોકડ સહિતની મતા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી આ કામગીરી પી.એસ.આઇ. બી. વી. ચુડાસમા, એ.એસ.આઇ, મનરૂૂપગીરી ગોસ્વામી, હરેશભાઈ પરમાર, હેડ કોન્સ. હિતેશભાઇ પરમાર, જગદીશસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. રવિરાજભાઇ પટગીર દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *