લીંબડી પંથકમાં વાવાઝોડું ફૂંકાતા સેવા કેમ્પનો મંડપ ધરાશાયી: 2 પદયાત્રીઓ ઘવાયા

અચાનક આવેલા વંટોળિયાથી નાસભાગ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાલમાં ચૈત્ર માસ નજીક હોવાથી અમદાવાદ…

અચાનક આવેલા વંટોળિયાથી નાસભાગ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાલમાં ચૈત્ર માસ નજીક હોવાથી અમદાવાદ અને વડોદરા તરફથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે. આ પદયાત્રીઓની સેવા માટે લીમડી નેશનલ હાઈવે પર છાલિયા તળાવ પાસે સેવાભાવી લોકો દ્વારા વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, અચાનક ફૂંકાયેલા ભારે પવનને કારણે આ કેમ્પનો મંડપ તૂટી પડ્યો હતો, જેમાં બે યાત્રિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈ-વે પર પદયાત્રીઓ માટે રહેવા, જમવા અને મેડિકલની ઉત્તમ સુવિધા ઉભી કરવામાં આવી હતી. યાત્રિકો થાક ઉતારવા માટે કેમ્પમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે જ સાંજના સમયે પવનની ગતિ એકાએક વધી ગઈ હતી. પવન એટલો પ્રચંડ હતો કે મંડપનું માળખું તેને સહન કરી શક્યું નહીં અને જોતજોતામાં મંડપ તૂટી પડ્યો હતો. મંડપ તૂટી પડતા જ ત્યાં આરામ કરી રહેલા યાત્રિકોમાં નાસભાગ મચી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *