યુનિવર્સિટી રોડ પર સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં મધરાત્રે બનેલી ભેદી ઘટના, વલસાડથી રાજકોટ રહેવા આવેલી મહિલા મિત્ર ફ્લેટમાં હતી ત્યારે બનેલા બનાવથી જાગેલી ચર્ચા
રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર રહેતા અને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એન.કે. પંડયાના ફ્લેટમાં ગઈ મોડી રાતે તેમની સરકારી બંધુક માંથી રહસ્યમય રીતે ફાયરિંગ થતાં પીએસઆઈ એન.કે. પંડયા અને ફ્લેટમાં તેમની સાથે રહેલા તેમના પરિણીત મહિલા મિત્રને ગોળી વાગવાથી ઇજા થઇ છે. બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ આ મામલે જાણવા જોગ પોલીસ નોંધ કરી તપાસ શરૂૂ કરવામાં આવી છે.રાતે ફ્લેટમાં એવું તો શું બન્યું કે પીએસઆઈ એન.કે. પંડયા પોતાની સરકારી બંધુક સાફ કરી રહ્યા હતા ત્યારે ફાયરીંગ થયું.
સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એન.કે.પંડ્યા સોમવારે રાત્રિના સમયે રાબેતા મુજબ ફરજ પુરી કર્યા બાદ અથવા તો અન્ય કોઇ કામ સબબ તેઓ બહાર નિકળ્યા હતા અને તેમના યુનિવર્સિટી રોડ પર જ આવેલી એફએસએલ કચેરીની સામેના ભાગે આવેલ સમન્વય સુલભ એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404માં પહોચ્યા હતા ફ્લેટમાં ગયા બાદ થોડીવારમાં તેઓની સર્વિસ રિવોલ્વરમાંથી અચાનક જ ફાયરિંગ થયું હતું. જેમાં પીએસઆઈ પંડ્યાને હાથમાં જ્યારે તેમના પૂજા નામની મહિલા મિત્રને પડખામાં ગોળી વાગી હતી. પીએસઆઈ ખેરખર તેમની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે અચાનક આ ઘટના બની કે પછી આ બનાવમાં અન્ય કોઈ કારણ છે ? તે રહસ્યમ જાણવા પોલીસે તપાસ શરુ કરી છે. પ્રાથમિક તપાસમાં સ્થળ પરની સ્થિતીથી અનેક શંક ઉપજાવતા મુદા ઉપસ્થિત થયા છે. પીએસઆઈ એન.કે. પંડ્યાનું રાજકોટમાં પોસ્ટિંગ થયા બાદ તેઓને યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરજ પર મુકવામાં આવ્યા હતા.
હાલ તેઓ સાયબર ક્રાઈમમાં ફરજૂ બજાવી રહ્યા છે. સોમવારે રાબેતા મુજબ ફરજ પુરી કર્યા બાદ અથવા તો અન્ય કોઇ કામ સબબ તેઓ બહાર નિકળ્યા હતા અને પોતાના ઘેર પહોંચ્યા હતા અને ફાયરીંગ થયું હતું જ્યાં મિત્ર પૂજાબેનને ગોળી વાગવાથી ઈજાઓ થઈ છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પીએસઆઈ પંડયા એકલા રહેતા હતા કે કેમ તે અંગે પોલીસ અધિકારીઓ વાકેફ ન હતા જો કે, તેઓએ એટલું ચોક્કસ કહ્યું હતું કે, પીએસઆઈ પંડ્યા જે મકાનમાં રહેતા હતા. જેન ગોળી વાગી તે પૂજા પટેલ નામની મહિલા જે અગાઉ વલસાડમાં રહેતી હતી અને થોડા સમય પૂર્વે જે રાજકોટ રહેવા આવી હતી અને રાજકોટમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
સોમવારે રાત્રિના સમય પીએસઆઈ અને તમેના મહિલા મિત્ર એકલા જ હતા અને ત્યા સર્વિસ રિવોલ્વર સાફ કરતી વેળાએ ગોળી છૂટતા પીએસઆઈને હાથમાં અને તેમના મહિલા મિત્ર પૂજા પટેલને પડખામાં ગોળી વાગીથોડીવાર બાદ જ યુનિવર્સિટી પોલીસ મથકને જ સમાચાર મળ્યા હતા કે, પીએસઆઈ પંડ્યા અને તેમની સાથે રહેલા તેમના મહિલા સૌપ્રથમ તો સવાલ પોલીસ અધિકારીઓને એ થઇ રહ્યો છે કે, પીએસઆઈના મહિલા મિત્ર રાત્રિના સમયે પંડ્યાના ઘેર શા માટે ગયા હતા? મહિલા મિત્ર પરણિત છે કે અપરણિત અને પીએસઆઈ પંડ્યા ખરેખર રિવોલ્વર સાફ કરી રહ્યા હતા અને તે સમયે જ ગોળી વછૂટી હતી?
રિવોલ્વર સાફ કરતી વેળાએ કઈ-કઈ પ્રકારની તકેદારી રાખવી તેની ખાસ પોલીસ અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હોય તે ત્યારે આ ઘટનામાં પીએસઆઈ પંડ્યાએ લાપરવાહી દાખવી હોય આ મામલે તપાસ બાદ પીએસઆઈ પંડ્યા સામે પગલા લેવાશે.
પીએસઆઈ પંડ્યાની મિત્ર પૂજા પટેલ વલસાડથી રાજકોટ રહેવા આવી હતી
સાયબર ક્રાઈમ પોલીસમાં ફરજ બજાવતા પીસઆઈ નિતન કે. પંડ્યા છેલ્લા દોઢ-બે વર્ષથી યુનિવર્સિટી રોડ પર આવેલા ઉમા પાર્કમાં શેરી નં-3માં સમન્વય સુલભ નામના એપાર્ટમેન્ટમાં 404 નંબરના ફ્લેટમાં એકલા જ રહેતા હતા. અગાઉ વલસાડ રહેતી પૂજા પટેલ નામની મહિલા મિત્ર જે થોડા સમય પૂર્વે રાજકોટ રહેવા આવી હોય અને અવાર-નવાર પીએસઆઈ પંડ્યા ને મળવા આવતી હતી. સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે, ફાયરિંગની ઘટના બન્યા બાદ આ ફ્લેટને તાળું મારી દેવામાં આવ્યું છે. પીએસઆઈ એન.કે.પંડ્યા સાથે ફ્લેટમાં એવું તો શું બન્યું કે, સરકારી રિવોલ્વર રાતે સાફ કરવાની જરૂૂર પડી અને મિસફાયર થયું આ ઘટનામાં પીએસઆઈ અને તેમના મહિલા મિત્રને ઇજા થઇ હતી.
