ગુજરાતમાં રમશે સેહવાગ-દ્રવિડના પુત્રો, ઓસ્ટ્રેલિયા સામેની U-19 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

  ઓસ્ટ્રેલિયાની અંડર-૧૯ ટીમના ભારતના પ્રવાસ પહેલા BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ)એ ભારતની અંડર-૧૯ ટીમોની જાહેરાત કરી છે. ત્રણ વન-ડે મેચ અને બે મલ્ટી-ડે મેચ…

 

ઓસ્ટ્રેલિયાની અંડર-૧૯ ટીમના ભારતના પ્રવાસ પહેલા BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ)એ ભારતની અંડર-૧૯ ટીમોની જાહેરાત કરી છે. ત્રણ વન-ડે મેચ અને બે મલ્ટી-ડે મેચ માટે અલગ-અલગ ટીમોની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે.BCCIના સચિવ દેવજીત સૈકિયાએ આ જાહેરાતની પુષ્ટિ કરી છે.

BCCIના માનદ સચિવ દેવજીત સૈકિયાએ આ જાહેરાતની પુષ્ટિ કરી છે. સેહવાગ અને દ્રવિડ જેવા દિગ્ગજ ખેલાડીઓના પુત્રોનો ટીમમાં સમાવેશ થવાથી યુવા ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. ટીમ હવે ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ સામે મજબૂત પ્રદર્શન કરવા માટે તૈયારીઓ શરૂ કરશે.

ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડે મેચોની શ્રેણી માટે લક્ષ્ય રાયચંદાનીને કેપ્ટન બનાવવામાં આવ્યા છે, જ્યારે યશવર્ધન ચૌહાણ વાઈસ કેપ્ટન રહેશે. જ્યારે મલ્ટી-ડે (ચાર દિવસીય) ફિક્સ્ચર માટે યશવર્ધન ચૌહાણ કેપ્ટનશીપ સંભાળશે અને લક્ષ્ય રાયચંદાની વાઈસ-કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવશે.

ઓસ્ટ્રેલિયા U19 નો આ ભારત પ્રવાસ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે. તમામ ત્રણ વનડે મેચ અને પહેલી મલ્ટી-ડે મેચ રાજકોટમાં રમાશે. જ્યારે શ્રેણીની બીજી અને અંતિમ મલ્ટી-ડે મેચ અમદાવાદના ‘બી’ ગ્રાઉન્ડ ખાતે રમાશે.

વનડે ટીમ: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), યશવર્ધન ચૌહાણ (વાઈસ કેપ્ટન), રજત બઘેલ (વિકેટકીપર), આર્યવીર સેહવાગ, વી.કે. વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), વી. યશવીર, રોહિત યાદવ, શાવિન વિનોદ, મોહિત ઉલવા, ચિગુરુપતિ વેંકટા અને કાવ્યા પટેલ.

મલ્ટી-ડે ટીમ: યશવર્ધન ચૌહાણ (કેપ્ટન), લક્ષ્ય રાયચંદાની (વાઈસ કેપ્ટન), સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, મનાલ ચૌહાણ, કુશ પટેલ, માનવ કૃષ્ણા (વિકેટકીપર), અભિપ્રાય બિસ્વાસ (વિકેટકીપર), રોહિત યાદવ, ઈશાન ઓમ, અયાન અકરમ, પ્રણવ રાઘવેન્દ્ર, પ્રિયાંશુ સિંહ, મોહિત ઉલવા અને આર્યન યાદવ.

સીરિઝનું સંપૂર્ણ શિડ્યુઅલ

પ્રથમ વનડે: 18 સપ્ટેમ્બર 2026 (શુક્રવાર) – રાજકોટ (સવારે 9:00 વાગ્યે)

બીજી વનડે: 21 સપ્ટેમ્બર 2026 (સોમવાર) – રાજકોટ (સવારે 9:00 વાગ્યે)

ત્રીજી વનડે: 23 સપ્ટેમ્બર 2026 (બુધવાર) – રાજકોટ (સવારે 9:00 વાગ્યે)

પ્રથમ મલ્ટી-ડે: 27 થી 30 સપ્ટેમ્બર 2026 – રાજકોટ (સવારે 9:30 વાગ્યે)

બીજી મલ્ટી-ડે: 05 થી 08 ઓક્ટોબર 2026 – અમદાવાદ ‘બી’ ગ્રાઉન્ડ (સવારે 9:30 વાગ્યે)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *