ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરિક્ષાને લઇ ને પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને પરિક્ષા કેન્દ્ર આસપાસ 144ની કલમ આજથી લગાડી દેવામાં આવી છે. શહેર ના 183 પરિક્ષા કેન્દ્ર આસપાસ 100 મીટરની ત્રીજીયમાં ચાર કે તે થી વધુ વ્યક્તિએ ભેગા થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં તા.18/03/2026 સુધી દરરોજ સવારે કલાક 10/00 થી કલાક 1/15 વાગ્યા સુધી એસ.એસ.સી.ની પરીક્ષા કુલ-100 પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાનાર છે. તથા તા.26/02/202, તા.27/02/2026, તા.28/02/2026. તા.17/03/2026, 18/03/2026 ના સવારે કલાક 10/30 થી કલાક 1/45 વાગ્યા સુધી તથા બપોરે કલાક 3 થી કલાક 6/30 વાગ્યા સુધી એચ.એસ.સી.(સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષા કુલ-83 પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાનાર છે. આ પરીક્ષાઓ પરીક્ષાર્થીઓ કોઇપણ જાતની ખલેલ વિના પરીક્ષા મુક્ત અને શાંત વાતાવરણમાં આપી શકે તેમજ બહારના કોઇ તોફાની તત્વો આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા વિધાર્થીઓને ખલેલ પહોંચાડે નહી તથા પરીક્ષા દરમ્યાન કોઇ ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરે નહી તે માટે તા.6/02/2026 થી તા.18/03/2026 સુધી રવિવારની જાહેર રજાના દિવસ સિવાય કલાક 08/00 થી કલાક સાજે 7/30 સુધી રાજકોટ શહેરના જે જે પરીક્ષા કેન્દ્રો (શાળાઓ)માં પરીક્ષા લેવાનાર છે.
તે તે કેન્દ્રો (શાળાઓ)ના કંપાઉન્ડમા તેમજ તેની ચારેય બાજુ 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પડે તે માટે કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થશે નહી કે શાળાઓ (કેન્દ્રો)માં પ્રવેશ કરશે નહી કે વાહન લઈ જઈ શકશે નહી કે લાવશે નહી કે ચારથી વધુ માણસો ભેગા થશે નહી કે ડી.જે/ લાઉડ સ્પીકર વગાડી શકશે નહી કે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન લઇ જઇ શકશે નહી. વિગેરે બાબતોને લઇને પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. રાજકોટ શહેર વિસ્તારમાં જે જે શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે નકકી કરવામાં આવેલ છે તે શાળાઓ (પરીક્ષા કેન્દ્રો) કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ એકત્રીત થશે નહી,શાળાઓ (પરીક્ષા કેન્દ્રો)ની આજુબાજુની 100 મીટરની ત્રીજયામાં કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહી કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહી. શાળાઓની 100 મીટરની ત્રીજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહી કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહી, શાળા(પરીક્ષા કેન્દ્ર)માં પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રોનીક સાધનો વિગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જવા નહી તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવા નહી.
શાળા (પરીક્ષા કેન્દ્રો) ના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-4 ના પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોકસાઇ પુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે અને તે ઓળખકાર્ડ સંબંધિતોએ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત શાળાના (પરીક્ષા કેન્દ્રો) બિલ્ડીંગમાં પ્રવેશ કરી શકશે નહી. શાળા (પરીક્ષા કેન્દ્ર) ની આજુબાજુની 200 મીટરની ત્રીજયામાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી.
