પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઇ ડ્રીમ વેલનેશ સ્પામાંથી બીજી વખત કૂટણખાનું ઝડપાયું

રાજકોટમાં વધુ એક વખત સ્પાની આડમાં ચાલી રહેલા લોહીના વેપલાનો પર્દાફાશ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે કર્યો છે.શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવળત્તિઓ અને…

રાજકોટમાં વધુ એક વખત સ્પાની આડમાં ચાલી રહેલા લોહીના વેપલાનો પર્દાફાશ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે કર્યો છે.શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવળત્તિઓ અને દેહ વ્યાપારના દૂષણને નાથવા સુચના મળી હોઇ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે માલવીયા ચોક નજીક પ્રમુખ સ્વામી આર્કેડના એ-વિંગમાં બીજા માળે 201 નંબરની દુકાનમાં હાઇ ડ્રીમ વેલનેશ સ્પામાં મસાજની આડમાં લોહીના વેપલા થઇ રહ્યા છે.

આ બાતમીને આધારે પોલીસને ડમી ગ્રાહકને મોકલ્યા બાદ ખરાઇ કરી દરોડો પાડયો હતો.તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સ્પામાં ગ્રાહક પાસેથી એન્ટ્રી ફી તરીકે રોકડા 1000 લેવામાં આવતા હતા અને ત્યારબાદ શારીરિક સંબંધ બાંધવા માટે ગ્રાહક દીઠ 3000 એકસ્ટ્રા સર્વિસના નામે વસૂલવામાં આવતા હતા. પોલીસે દરોડા દરમિયાન દેહ વ્યાપારમાં ધકેલાયેલી અલગ અલગ રાજ્યની 8 યુવતીઓને મુક્ત કરાવી હતી. આ ઉપરાંત ઘટનાસ્થળેથી બે મોબાઇલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂૂ. 14,600નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પોતાના આર્થિક લાભ માટે યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવતા ત્રણ આરોપીઓ વિરુધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ઇમ્મોરલ ટ્રાફિક એક્ટની કલમ 3, 4, અને 5 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં કૃપાલીબેન મનીષભાઇ ગાલોરીયા (રહે. નવાગામ) તથા સ્પા માલિક પ્રદીપ મોહનભાઈ ચાવડા (રહે. બહુચર મકાન, રાજનગર, નાના મવા મેઇન રોડ) અને સંચાલક મુકેશ રૂૂપાભાઈ વાઘેલા (રહે. શેઠવડાળા, જામનગર) વિરૂૂધ્ધ ગુનો નોંધાયો હતો. કૃપાલીબેન અહિ રિસેપ્સનીસ્ટ તરીકે નોકરી કરતી હોવાનું ખુલ્યું હતું. અગાઉ પણ આ સ્પામાં દસ મહિના પહેલા દરોડો પાડવામાં આવ્યો હતો.ફરીથી અહિ ગેરપ્રવૃતિ ચાલુ થઇ ગયાનું ખુલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *