સ્કૂલનો સમય મોડો થતા બસ ચૂકી ગયેલા વિદ્યાર્થીના નાના ફરિયાદ કરવા જતા તેમની સાથે પણ જઘડો કર્યો
જેતપુર તાલુકાનાં ગુંદાળા ગામે આવેલ વિવેકાનંદ સ્કુલનાં શિક્ષક અને સંચાલક એવા શખસે શાળામા અભ્યાસ કરતા 8 વર્ષનાં બાળકને મોડો આવવા બાબતે માર મારી ફરીયાદ કરવા ગયેલા તેનાં નાના ને ધમકી આપતા રાજકોટ રહેતી અને ઇવેન્ટ મેનેજમેન્ટનુ કામ કરતી છાત્રાની માતાની ફરીયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ રાજકોટનાં મવડી ચોકડી ખાતે રહેતી અને ઇવેન્ટ મેનેજમેન્ટનુ કામ કરતી મુળ વડીયાનાં દેવકી ઓરીયા ગામની વતની કોમલબેન રમેશભાઇ પટોળીયાએ નોંધાવેલી ફરીયાદમા જેતપુરનાં ગુંદાળા ગામે આવેલ વિવેકાનંદ સ્કુલનાં સંચાલક અને શિક્ષક એવા પરેશ પાનસુરીયાનુ નામ આપ્યુ છે.
કોમલ પટોળીયાનો પુત્ર તેજ (ઉ.વ. 8 ) વિવેકાનંદ સ્કુલમા અભ્યાસ કરતો હોય જેની બસમા સ્કુલે તે જતો હોય ત્યારે થોડા દીવસ પુર્વે સ્કુલનો સમય બદલાતા બસ ચુકાય જવાથી તેજને સ્કુલે મોડુ થતા પરેશ પાનસુરીયાએ તેને માર માર્યો હતો. આ બાબતેની જાણ તેજનાં નાના રમેશભાઇ રામજીભાઇ પટોળીયા આ બાબતે વિવેકાનંદ સ્કુલે રજુઆત માટે ગયા હતા. અને બસનો સમય તેમજ સ્કુલનો સમય ફેરફાર થયો હોય જેથી છાત્રોનાં વાલીઓને જાણ કરવી જોઇએ તે બાબતે રજુઆત કરતા શિક્ષક પરેશ પાનસુરીયા ઉશ્કેરાયો હતો. અને તેણે કોમલનાં પિતા રમેશભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી કોમલબેન અને તેનાં પિતા સાથે ગેરવર્તન કરતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાય છે.
