અકસ્માતમાં ટોટલ લોસ થયેલી કાર વેચવાનું કૌભાંડ, ઓટો બ્રોકર સાથે રૂા.2.82 લાખની ઠગાઇ

શહેરના 40 ફૂટ રોડ, ધરમનગર પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા અને વાહન લે-વેચનો ધંધો કરતા બકુલભાઈ મોહનભાઈ સોલંકી ઉ.વ.51એ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આનંદઉર્ફે અમિત…

શહેરના 40 ફૂટ રોડ, ધરમનગર પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા અને વાહન લે-વેચનો ધંધો કરતા બકુલભાઈ મોહનભાઈ સોલંકી ઉ.વ.51એ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આનંદઉર્ફે અમિત નવીનભાઈ ખખ્ખરનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ તે જૂની ગાડી લે-વેચ નો ધંધો કરતો હોય જેથી મિત્ર નયનભાઈ પ્રવિણભાઈ સાવલીયા જે રૈયા ચોકડી પા સે જનતા ડેરીની બાજુમા રાજવીર મોટર ગેરેજ ચલાવે છે અને જુની ગાડી રીપેર કરી લે-વેચનો ધંધો કરે છે. તેઓએ મને જણાવેલ કે તેમની પાસે રહેલ હોન્ડા અમેઝ ગાડી જેના રજી. નં. જીજે 03 એમએચ 7915 વાળી ગાડી કે જેના મુળ માલીક ભાવેશ રસીકભાઈ મકવાણા હોય જે ગાડી અકસ્માતમા ટોટલ લોસ્ટ થતા આ ગાડી હરાજીમા નરોતમ રામકિશોરભાઈ સેંગરા નાઓએ એક તરફી નોટરી કરી ખરીદેલ હતી, અને આ નરોતમભાઈએ ગાડી તે જ હાલતમા નયનભાઈ પ્રવિણ ભાઈ સાવલીયાને વહેચેલ હતી. બાદ નયનભાઈએ આ ગાડી રીપેર કરેલ છે અને હવે તે વહેચવાની છે જેથી હું અને મારા મિત્ર આનંદ ઉર્ફે અમિત નવીનભાઈ ખખ્ખર બન્ને પ્રવિણભાઈ સાવલીયાના રાજવીર ગેરેજ ખાતે ગયેલ હોય અને ત્યા રહેલ હોન્ડા અમેઝ ગાડી જોયા બાદ રૂૂ.2.35 લાખ રૂૂપિયામા લેવાનુ નક્કિ કરવામા આવેલ હોય જે રૂૂપિયા નયનભાઈને આપવાની જવાબદારી મે સ્વીકારી આ ગાડી વહેચવા સારૂૂ આનંદ ઉર્ફે અમિત નવીનભાઈ ખખ્ખર નાઓને સોપવા જણાવેલ. તેમજ ગાડીના મુળ માલીક ભાવેશભાઈના નામના ડોક્યુમેન્ટ જેવા કે ઓરીજનલ આર.સી. બૂક તથા ટી.ટી.ઓ. ફોર્મ તેમજ ભાવેશભાઈના પાનકાર્ડ, આધાર કાર્ડની નકલ વગેરે મે મારી પાસે રાખેલ હતા.

ત્યાર બાદ તા.27/02/2026 ના આ તમામ ડોક્યુમેન્ટના ફોટા આનંદ ઉર્ફે અમિત નવીનભાઈ ખખ્ખર વાળા એ મારી પાસે માંગતા મે તેના વોટ્સ નંબર 9824471090 પર વોટ્સ એપ કરેલ હતા જેના થોડા દિવસ પછી આ આનં ઉર્ફે અમિત નવીનભાઈ ખખ્ખર મારા ઘરે આવેલ અને મને કહેલ કે તમે મોકલેલ ડોક્યુમેન્ટના ફોટા બરોબર આવેલ ન હોય જેથી ડોક્યુમેન્ટના રૂૂબરૂૂ ફોટા પાડવા આવેલ બાદ ગઈ કાલ તા.17/03/2026 ના રોજ બકુલભાઈને એસઓજી ઓફિસે ખાતે બોલાવેલ અને આનંદ ઉર્ફે અમિત નવીનભાઈ ખખ્ખર પાસેથી હોન્ડા અમેઝ ગાડી શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરેલ હોય અને તે ગાડી હાલ શેખ સારુકમીયા નજુમીયાના નામે હોય પરંતુ આ ગાડીના અસલ ડોક્યુમેન્ટ તેમજ ગાડીના મુળ માલીક ભાવેશ રસીકભાઈ મકવાણાની સહી વાળુ અસલ ટી.ટી .ઓ ફોર્મ આજદિન સુધી બકુલભાઈ પાસે હોય તેમજ એસઓજીમાં પુછપરછમાં જણાવેલ આનંદે આર.સી.બુક તથા અન્ય ડોક્યુમે ન્ટના ફોટા પાડવા સારૂૂ બકુલભાઈ પાસે લઇ ત્યારે આ ઓરીજનલ આર.સી. બુક જાણ બહાર લઈ જઈ આ આનંદ ઉર્ફે અમિત નવીનભાઈ ખખ્ખરએ ભાવેશભાઈની ટી.ટી.ઓ ફોર્મમા ખોટી સહી કરી જે આધારે આ ગાડી શેખ સારુકમીયા નજુમીયાને રૂૂપિયા રૂૂ.2.82 લાખમાં મા વહેંચી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *