શોભાયાત્રાના રૂટ પર સ્વાગત અને દર્શન માટે ઉમિયા ભક્તોની ભીડ જામી: ઠેર-ઠેર રથયાત્રા પર પુષ્પવર્ષા: 132 ફલોટ્સે આકર્ષણ જમાવ્યું
પરિશ્રમ પર શ્રધ્ધા, શકિતની આરાધના અને પરસ્પર સહયોગની બુનિયાદ પર બેનમૂન સામાજીક અને આર્થિક વિકાસ સાધનારા કડવા પાટીદાર સમાજનો પ્રત્યેક સદસ્ય કુળદેવી મૉં ઉમિયા ના આશીષ વર્ષા માટે પોતાના ઘેર પર્ધાયાનો થનગનાટ અનુભવી રહયો છે. નંદિ પર સવાર દૈદિપ્યમાન રથમાં આરૂૂઢ થઈને મૉં ઉમિયા ખુદ પોતાના સંતાનો પર આશીષ વરસાવવા નીકળયા હોય ત્યારે માહોલ ભકિતભીનો કેમ ન બને? કડવા પાટીદાર સમાજનો પ્રત્યેક સદસ્ય ઇશ્વરીયા ખાતે પાંચ દિવસના ત્રિવેણી સમારોહમાં સામેલ થઇ શકિત સ્વરૂૂપા મા ઉમિયાના સાનિધ્યમાં ભાઈચારાની ભાવના સાથે સવાર્ગી સામાજીક ઉત્કર્ષ માટે કટિબધ્ધ બનવાનો છે. ખૂદ કુળદેવી મા ઉમિયા રથઆરૂૂઢ થઇને રાજકોટના નગરજનોને આશિર્વાદ આપવા નીકળ્યા હોય ત્યારે અભૂતપૂર્વ માહોલ સર્જાયો હતો. રાજકોટના ઇતિહાસમાં નોંધનીય કહી શકાય તેવી 2.5 કી.મી. લાંબી અને 150 થી વધુ ફલોટસ્- દાતાઓ સાથેની રથયાત્રા અવિસ્મરણીય બની રહી છે.
સર્વેનું મંગલ કરનારી, શિવપ્રિયા, નંદિ પર સવાર થઇ જગત જનની મા ઉમિયા શાહી રથમાં બિરાજમાન થઇ રાજકોટના રાજમાર્ગો પર ગઇકાલે સૌ નગરજનો ને આર્શીવાદ આપવા નગરચર્યા એ ભ્રમણ કર્યુ હતુ. મા ઉમિયાના આ અલૌકીક સ્વરૂૂપના દર્શન કરવા રાજકોટવાસીઓની ઠેર-ઠેર ભીડ જામી હતી. મા ના જયઘોષ સાથે પાટીદારો શોભાયાત્રામાં જોડાયા હતા. કડવા પાટીદાર સમાજ જ નહી પરંતુ, સર્વે સમાજના આગેવાનોએ શોભાયાત્રા દરમ્યાન સ્વાગત પોઇન્ટ પર મા ઉમિયાના વધામણા કરી આરતી અને દર્શનનો લ્હાવો લીધો હતો. આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નું બપોરે 4 કલાકે રમેશ પારેખ રંગમંચ રેસકોર્ષ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, મુખ્ય દાતા જીવનભાઈ ગોવાણી પરિવાર, ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયા, જગદીશભાઈ કોટડીયા, મંત્રી જયેશભાઈ પટેલ, ટ્રસ્ટીઓ રમેશભાઈ રાણીપા, રસીકભાઈ ફળદુ, ભાવેશભાઈ ફળદુ, સંગઠન સમિતિ સિદસરના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ. શોભાયાત્રા બહુમાળી ભવન, સરદાર પટેલ સ્ટેચ્યુ, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, મહિલા કોલેજ સર્કલ, બાનલેબ ઓફીસ, અક્ષરમાર્ગ, અમીનમાર્ગ, 150 ફુટ રીંગ રોડ, નાનામૌવા સર્કલ, નાનમૌવા મેઇન રોડ, ભીમનગર ચોક સર્કલ થઇ સ્પીડવેલ ચોક શ્રીનાથધામ હવેલી ખાતે પહોંચી હતી. સમગ્ર શોભાયાત્રા દરમ્યાન રાજકોટવાસીઓ મા ના દર્શનનો લ્હાવો લઈ સહભાગી બન્યા હતા.
જગતજનની મા ઉમિયાનું નંદિ પર બિરાજમાન અલૌકીક સ્વરૂૂપ ભવ્ય રથ પર આરૂૂઢ થઇ રાજકોટના રાજમાર્ગો પર રાજકોટવાસીઓને આર્શીવાદ આપતા પરિભ્રમણ કર્યુ હતુ. આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં મા ના અલૌકિક રથ સાથે 132 જેટલા આકર્ષક મનમોહક ફલોટસ્ વિશેષ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રા ની સાથે ડી.જે. સાથે સુશોભીત રથ, ખરેડીના યુવાનો દ્રારા બેન્ડ ઢોલ પાર્ટી, યુવાનો દ્રારા બાઇક રેલી, બહેનો દ્રારા એકટીવા રેલી, માતાજીનો રથ, બગીઓનો વિશાળ કાફલો જેમાં ડબલ ધોડા સાથેની આશરે 12 બગીઓ, સિંગલ ઘોડા વાળી 5 બગીઓ, 3 જેટલી મશીન બગીઓ માં દાતાઓ તથા પાટીદાર અગ્રણીઓ બિરાજમાન થયા હતા. મા ઉમિયાની આ શોભાયાત્રામાં 3 વિન્ટેજ કાર, 20 જેટલી જીપ્સી કાર સાથે સ્વયંસેવકો, ડીજે રથ સહીત સામેલ થયા હતા. બહેનો ભાઇઓ એ ઝવેરા સાથે પગપાળા યાત્રા કરી હતી. દ્રાર્દશ જયોતિલીંગના દર્શન કરાવતી 12 જેટલા ફલોટસ્, ઉમિયા આરાધના સરસ્વતી સાધના ની થીમ પર ફલોટસ, સોમનાથ મંદિર દર્શન ના ર ફલોટસ્, દ્રારકા મંદિર દર્શનની થીમ, રથ કટ આઉટ છોટા હાથી, ઉમિયા સરસ્વતીની પ્રતિમા ની થીમ પર બનેલા ફલોટસ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ દ્રારા વિવિધ વિષયો ઉમિયા પદયાત્રીક પરિવાર દ્રારા કિર્તન, યુવી. કલબ કલબ દ્રારા ધાર્મિક, કે.પી.એસ કલબ દ્રારા ગણપતિ દર્શન, યુ.ડી કલબ દ્રારા ધાર્મિક થીમ, ઉમા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કીર્તન મંડળ, ઉમાસારથી સંસ્થા દ્રારા રાધા-કૃષ્ણ-ગોપીઓ ની થીમ, ઉમિયા ફાઉન્ડેશન, ઉમા વરીષ્ઠ પરિવાર દ્રારા ધાર્મિક થીમ, ઉમા સેવા પ્રગતિ મંડળ દ્રારા સરદાર પટેલ, રામકૃષ્ણ આશ્રમ દ્રારા સ્વામી વિવેકાનંદ, આ ઉપરાંત ગામડેથી ગ્લોબલ, રૂૂડુ રૂૂપાળુ મારુ ગામડુ, નેચર કલબ દ્રારા પર્યાવરણ અને પ્રકૃતિ, વિવિધ સ્કૂલો દ્રારા સ્વચ્છતા અભિયાન, આયુર્વેદ, ડ્રગ્સને કહો ના, ખોટી આદતો તથા મૂકિત, બેટી બચાવો, બેટી પઢાઓ, અંતરીક્ષમાં ભારત, પરિવાર અને વાલીનો આદર, ટ્રાફીક નિયમન, સ્વસ્થ આહાર, ડીજીટલ ઉપગ્રહ, દેશભક્તિ, શિવ પરિવાર, સંસ્કૃત ચાર વેદ, આદિયોગી, જળ એજ જીવન, ગ્રામ્ય સંસ્કૃતી, સ્ત્રી સશકિતકરણ, સંયુકત પરિવાર, પ્રૌઢ શિક્ષણ, વ્યસનમૂકિત, માતૃભકિત, કૃષિ વિષયક, સ્ત્રી શિક્ષણ, વિકસીત ભારત, વ્યસનમૂકિત, શિવ આરાધના જેવા વિષયો પર મનમોહક આકર્ષક ફલોટસ્ (ટેબલો) મુકવામાં આવ્યા હતા. શોભાયાત્રાના રૂૂટ પર ઠેર-ઠેર માતાજીના સ્વાગત માટે પુષ્પો, દર્શનાથી ઓ માટે પાણી, ઠંડા પીણા સહીતની વ્યવસ્થાઓ કરવામાં આવી. હતી. શોભાયાત્રામાં યુવાનો અને બહેનો દ્રારા ડી.જે ના તાો રાસગરબાની રમઝટ, તેમજ ઠેર-ઠેર આતશબાજી દ્રારા અનેરા આકાશી દ્રશ્યો સર્જાયા હતા.
’ત્રિવેણી સમારોહ’ પૂર્વે રાજકોટના આંગણે નગરચર્ચા એ નિકળેલ મા ઉમિયાની ભવ્ય દિવ્ય શોભાયાત્રાનું રાજકોટના રાજમાર્ગો પર માત્ર કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ જ નહી પરંતુ, સર્વે સમાજના આગેવાનોએ ઉમળકાભેર સ્વાગત કરી મા ઉમિયાના દર્શન પૂજનનો લ્હાવો લીધો હતો. શોભાયાત્રા ના પ્રારંભે બહુમાળી ભવન પાસે લેઉવા પટેલ સમાજ, ટી.સી ચોક માં સગર અને સતવારા સમાજ, ગેલેકસી સિનેમા પાસે દરજી સમાજ, જીલ્લા પંચાયત ચોક માં કોળી સમાજ, એલન કોલીની પાસે કડીયા સમાજ, એજી ઓફીસ પાસે મુસ્લિમ સમાજ, કિશાનપરા ચોક પાસે રધુવંશી સમાજ, રોયલ પંચર પાસે મોચી સમાજ, સદગુરૂૂ ફેમીલી રેસ્ટોરન્ટ પાસે વોરા સમાજ, બાનલેબ ઓફીસે નટુભાઈ ઉકાણી, જય ઉકાણી, લવ ઉકાણી, તથા બાનલેબ પરિવાર, નાગર સમાજ, પંકજ બંગલો અમીનમાર્ગ પાસે શીખ સમાજ, પટેલ ભેળ પાસે હિન્દી સમાજ, હિંગળાજ નગર પાસે ભરવાડ રબારી સમાજ, ખોડલ પેટ્રોલ પંપ પાસે બ્રહમ સમાજ, સિંધી સમાજ ડુંગર દરબાર પાસે ક્ષત્રીય સમાજ, એટલાન્ટીસ બીગબજાર પાસે જૈન સમાજ, નાનામાવા ગ્રાઉન્ડ ખાતે સોની સમાજ, મસાલા માર્કેટ પાસે સોરઠીયા ધોબી સમાજ, આર.કે. જવેલર્સ સામે ગુર્જર સુતાર સમાજ, નાયરા પેટ્રોલ પંપ પાસે કચ્છી ભાનુશાળી સમાજ, આલાપ ટવીન ટાવર પાસે, વાણંદ સમાજ, અલય ટાવર કોર્નર ખાતે લુહાર સમાજ, ટાગોર સ્કૂલ મોકાજી સર્કલ પાસે કાઠી દરબાર સમાજ, અરવન ફલેટ પાસે ચારણ ગઢવી સમાજ, કૈલાસ ફરસાણ પાસે સમસ્ત અનુસૂચિત જાતી અને તુરી બારોટ સમાજ, પોલીસ લાઈન પાર્ટી પ્લોટ પાસે આહીર સમાજ, સ્પીડવેલ ચોક પ્રગટેશ્વર મહાદેવ મંદિર પાસે સાધુ સમાજ એ શોભાયાત્રાનું સ્વાગત કર્યુ હતુ.
સમગ્ર શોભાયાત્રાના રૂૂટ પર 40 જેટલા સ્વાગત પોઇન્ટ પર વિવિધ જ્ઞાતીના આગેવાનો સાથે સાયુજય સાંધી સ્વાગતની વ્યવસ્થાઓ કલબ યુવીની ટીમ દ્રારા કરવામાં આવી હતી. શોભાયાત્રામાં રાજકોટ શહેર સંગઠનના પ્રમુખ દિનેશભાઈ ચાપાણીના માર્ગદર્શન હેઠળ શહેર સંગઠનના હોદેદારો, મહિલા અને યુવા સંગઠનના હોદેદારો તેમજ દરેક વોર્ડની ઉમિયા પરિવાર સંગઠન ટીમે જહેમત ઉઠાવી તેમ ઉમિયાધામ સિદસરના પ્રેસ મીડીયા સમિતિના ક્ધવીનર રજની ગોલે જણાવ્યુ છે.
