શહેરનાં માધાપર ચોકડી પાસેથી આઇશરમા ખીચોખીચ ભરેલા આઠેક પશુને કતલખાને લઇ જવાયા હતા. જે જીવદયા પ્રેમીઓએ અને પોલીસે સાથે મળી તમામ પશુને બચાવી હતી અને આઇશરમા ભાણવડ અને જામજોધપુરનાં શખ્સને ઝડપી ગુજરાત પશુ સરક્ષણ અધિનીયમનાં કાયદા મુજબ ગુનો નોંધ્યો હતો.
વધુ વિગતો મુજબ શહેરનાં ભગવતી પરા મેઇન રોડ સુખસાગર સોસાયટીમા રહેતા રણજીતપુરી પ્રતાપપુરી ગોસ્વામી નામનાં જીવદયા પ્રેમીની ફરીયદ પરથી જામજોધપુરનાં મોટા વડીયા ગામે રહેતા સુદાભાઇ અરજણભાઇ કોડીયાતર અને ભાણવડનાં ચોખડા ગામનાં હેમંત જયેશભાઇ ગોજીયા સામે પશુ સરક્ષણ અધીનીયમનાં નવા કાયદા મુજબ ગુનો નોંધવામા આવ્યો હતો.
આ મામલે રણજીતપુરીએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ મહીલા અન્ડર બ્રીજ પાસે આવેલી એલઆઇસીની ઓફીસની સામે ટ્રાન્સપોર્ટની ઓફીસ ચલાવે છે તેઓ શાપરમા આવેલી કૃપા ફાઉન્ડેશન નામની સંસ્થામા જોડાયેલા છે તેઓ ગઇકાલે બપોરનાં સમયે સંસ્થાનાં સભ્યો મિલનભાઇ રાઠોડ, લખનભાઇ ચોહલા, ગૌતમભાઇ મકવાણા અને જીતભાઇ સભાડે એમ તમામ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે પોતાની કારમા ફરતા હતા એ સમયે તેઓને બાતમી મળી હતી કે જામનગરથી એક આઇશર જેના નં. જીજે 37 ટી 5298 મા ગેરકાયદેસર અને ક્રુરતા પુર્વક ભેંસો ભરીને વ્યારા તરફ જવાની છે.
જેથી ફરીયાદી રણજીતપુરી અને તેની સાથેનાં લોકોએ તુરંત માધાપર ચોકડી પાસે વોચ ગોઠવી પોલીસને સાથે રાખી આઇશર પકડી પાડયુ હતુ તેમા બેઠેલા સુદાભાઇ કોડીયાતર અને હેમંતભાઇ ગોજીયાની ધરપકડ કરી હતી. ત્યારબાદ આઇશરમા જોતા તેની અંદર ખીચોખીચ 8 ભેંસ અને 3 નંગ પાડા દોરડાની ક્રુર રીતે બાંધેલા હતો અને તેમને આ પશુઓ અંગે પુછતા આરોપીએ કહયુ હતુ કે વ્યારા ગામનાં અરુણભાઇ આહીરે આ પશુઓ ભરાવ્યા હતા અને ભેંસની કિંમત 30 હજાર લેખે કુલ 8 ભેંસોની કિંમત ર.40 લાખ જેટલી ગણાય. તેમા 3 પાડાની કિંમત 9 હજાર ગણી અને આઇશરની કિંમત 4 લાખ ગણી કુલ 6.49 લાખની કિંમતનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો.
