ચોટીલાના મોરસલ ગામે રેતી ચોરીનું રેકેટ ઝડપાયું

વોશ પ્લાન્ટ ઉપર પ્રાંત અધિકારીના દરોડા: 16 ટ્રેકટર, 5 ડમ્પર સહિત 23 વાહનો કબજે, બે રેતી માફિયાના નામ ખુલ્યા ચોટીલાનાં નાની મોરસલ વિસ્તારમાં ખનીજ માફિયાઓની…

વોશ પ્લાન્ટ ઉપર પ્રાંત અધિકારીના દરોડા: 16 ટ્રેકટર, 5 ડમ્પર સહિત 23 વાહનો કબજે, બે રેતી માફિયાના નામ ખુલ્યા

ચોટીલાનાં નાની મોરસલ વિસ્તારમાં ખનીજ માફિયાઓની ચેઇન દ્વારા ભોગાવા વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરી વોશ પ્લાન્ટ સાથે રેતી કારોબાર ઉપર પ્રાત અધિકારીએ દોરોડો પાડી 7.22 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરતા અનેક ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. મળતી માહિતી મુજબ ચોટીલા ડે. કલેકટર એચ. ટી. મકવાણાને નાની મોરસલ પ્રાથમિક શાળા આસપાસના વિસ્તારમાં ગેેરકાયદેસર રેતી ખનન સાથે અનેક ગેર કાયદેસર વોશ પ્લાન્ટ સાથે રેતીનો કારોબાર ધમધમતો હોવાની માહિતી મળેલ હતી.

પ્રાત અધિકારી તથા તેમની ટીમે ખાનગી વાહનોમાં મોરસલ ભોગાવો નદી વિસ્તારમાં સ્થળ ઉપર ત્રાટકી દરોડો પાડતા અફડાતફડી સાથે નાસભાગ મચી ગયેલ હતી અને રેઇડ દરમ્યાન સ્થળ ઉપર થી અન અધિકૃત વિજ જોડાણ સાથે ધમધમતા રેતી વોશ પ્લાન્ટ અને રેતી ખનન અને પરિવહન કરતા 16 ટ્રેક્ટર, 5 ડમ્પરો, જેસીબી, લોડર જેવા વાહનો સાથે વોશ પ્લાન્ટ મશીનરી સહિત 7.22 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તપાસનો ધમધમાટ હાથ ધરેલ છે. રેતી ખનન ઉપર સૌથી મોટી કાર્યવાહી થતા પંથકમાં ચકચાર જગાવી છે.

સમગ્ર ગેરકાયદેસર ખનન કારોબાર આચરનાર ભવાન લખુંભાઇ શિયાળીયા અને ભરત પી. લીંબાળીયા દ્વારા ચલાવવામાં આવતો હોવાની જાણ કારી મળતા તેઓની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. મોટી સંખ્યામાં વાહનો ગેરકાયદેસર વિજ જોડાણ સાથે ધમધમતા કારોબાર પાછળ કેટલાક વિભાગની હપ્તા સિસ્ટમ હેઠળ ચાલતો હોવાની વિસ્તારમાં ચર્ચા ઉઠી છે જે અંગે જીણવટભેર તપાસ હાથ ધરાઇ રહેલ છે અને પકડાયેલા વાહાનો નાં કાફલો જોતા જિલ્લા પોલીસ વડાની પણ તપાસ ચલાવે તેમ હોવાનું સૂત્રો માંથી જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *