રાજકોટ શહેરમા ભગવતીપરા વિસ્તારમા રહેતા સ્લનના ધંધાર્થીએ બે મિત્ર બંધુને ફાઈનાન્સ અને અન્ય લોન કરી આશરે રૂૂપીયા 1 કરોડ આપ્યા હતા. જે રૂૂપીયા મિત્ર બંધુએ પરત નહી આપી છેતરપીંડી કર્યાના આક્ષેપ સાથે પ્રૌઢે પોતાના જ સ્કુનમા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પી લેનાર પ્રૌઢનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા મેઇન રોડ પર રહેતા મનીષભાઈ જેન્તીભાઇ ભટ્ટી નામના 45 વર્ષના પ્રૌઢ બપોરના બેએક વાગ્યાના અરસામા ભગવતીપરા મેઇન રોડ પર આવેલી પોતાની ઓમ સાંઈ સ્લુન નામની દુકાનમા હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી.
પ્રૌઢને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. જ્યાં પ્રૌઢની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રોઢે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગે પ્રાથમીક પુછપરછમા મનીષભાઇ ભટ્ટી ઓમ સાંઈ સ્લુનના નામે વ્યવસાય કરતા હતા. અને તેના મિત્ર સંજય જોષી અને તેના ભાઈ સુરેશ જોષીને રૂૂપીયાની જરૂૂરીયાત ઉભી થતા મનીષભાઈ ભટ્ટી બીપીનભાઈ મઠીયા અને રવિભાઈ મઠીયાના ફાઈનાન્સમાથી 40 લાખ લીધા હતા અને પોતાના નામે અન્ય લોનો લઇ મિત્ર સંજય જોષીને રૂૂપીયા 30 લાખ અને સુરેશભાઈ જોષીને રૂૂપીયા 70 લાખ આપ્યા હતા. જે રૂૂપીયા મિત્ર બંધુએ પરત નહી આપી છેતરપીંડી આચરતા મનીષભાઈ ભટ્ટીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનો મનીષભાઇ ભટ્ટીના પુત્રએ આક્ષેપ કર્યો છે. આ અંગે બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.