ખંભાળિયામાં બે સ્થળોએથી પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ – ગ્લુ ટ્રેપનું વેચાણ ઝડપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પશુ, પક્ષીઓ તેમજ કુદરતી જીવસૃષ્ટિને નુકસાન થાય કે તેમના મૃત્યુ થાય તેવા પ્રકારની ચીજ વસ્તુઓનું બજારમાં ગેરકાયદેસર થતા વેચાણ સામે કડક હાથે…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પશુ, પક્ષીઓ તેમજ કુદરતી જીવસૃષ્ટિને નુકસાન થાય કે તેમના મૃત્યુ થાય તેવા પ્રકારની ચીજ વસ્તુઓનું બજારમાં ગેરકાયદેસર થતા વેચાણ સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

જેને અનુલક્ષીને એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે અહીંના એક મેડિકલ સ્ટોર તથા એક એજન્સીમાં ચેકિંગ કાર્યવાહી કરવામાં આવતા આ સ્થળે દવાઓના વેચાણની આડમાં પ્રતિબંધિત ગેરકાયદેસર ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ)નું વેચાણ ખુલવા પામ્યું હતું. જેને અનુલક્ષીને ખંભાળિયામાં નગર ગેઈટ પાસે આવેલા શ્રીરામ મેડિકલ સ્ટોર્સના સંચાલક ધરમશીભાઈ પ્રેમજીભાઈ કછટીયા તેમજ અમિતભાઈ કિશોરભાઈ નામના બે આસામીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહીમાં પોલીસે રૂૂપિયા 25,200 ની કિંમતની કુલ 426 ગ્લુ ટ્રેપ કબજે કરી, આ અંગે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ કરવા સબબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આગળની કાર્યવાહી ખંભાળિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *